Air Chief Marshal BS Dhanoa Says Why Balakot Air Strike In Night?
  • Home
  • Featured
  • બાલાકોટમાં એરસ્ટ્રાઇકને અંજામ આપનાર એર ચીફે કહ્યું – કેમ અડધી રાત્રે જ કરાયો હતો હુમલો

બાલાકોટમાં એરસ્ટ્રાઇકને અંજામ આપનાર એર ચીફે કહ્યું – કેમ અડધી રાત્રે જ કરાયો હતો હુમલો

 | 3:25 pm IST

વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ એ બાલાકોટ એરસ્ટ્રાઇકને લઇ ખુલાસો કર્યો છે. આ અંગે એક ઇન્ટરવ્યુમાં એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું કે ભારતીય વાયુસેના એ રાત્રે જ કેમ કરી બાલાકોટમાં કાર્યવાહી? તેમણે કહ્યું કે સારી ટેકનોલોજીવાળા દેશો રાતમાં જ હુમલો કરે છે. તમે ગલ્ફ વૉરને જ લઇ લો, તેની શરૂઆત રાતમાં જ થઇ હતી. જ્યારે તમે રાતમાં હુમલો કરો છો તો તેનો મતલબ કે તમારી પાસે સારી ટેકનોલોજી છે. દિવસે હુમલો કરવાનો મતલબ તમારી પાસે ટેકનોલોજી નથી.

બીએસ ધનોઆ પાકિસ્તાનના એક આરોપોનો જવાબ આપી રહ્યા હતા જેમાં પાડોશી દેશે કહ્યું હતું કે ભારત રાતમાં જ હુમલો કરીને ભાગી ગયું. તેના જવાબમાં એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ આ વાત કહી. આ વર્ષ 14મી ફેબ્રુઆરીના રોજ પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના એ જવાબી કાર્યવાહી કરતાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર બોમ્બ વરસાવ્યા હતા. વાયુસેના પ્રમુખે સખ્ત લહેકામાં કહ્યું કે આ પાકિસ્તાનનું નિવેદન હતું. તેમને અમે પડકાર આપ્યો હતો. તેઓ અમને પડકારી શકયા નહીં. અમે અમારા હેતુમાં સફળ થયા. આ મોટી વાત છે.

એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું કે ઑપરેશન અંગે અમે માહિતી આપી શકીએ નહીં. કયા હથિયારોનો અમે ઉપયોગ કર્યો તે અંગે પણ અમે જણાવી શકીએ નહીં. તો પાકિસ્તાનના કેટલાંય મંત્રીઓના પરમાણુ યુદ્ધવાળા નિવેદન પર તેમણે કહ્યું કે અમે કોઇપણ મુકાબલા માટે તૈયાર છીએ. અંતિમ નિર્ણય તો સરકારને જ લેવાનો છે. અમને અમારી ક્ષમતાઓ અંગે સારી રીતે ખબર છે.

શું હતો આખો ઘટનાક્રમ

14મી ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફ પર જૈશના આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઇ ગયા હતા. આ હુમલાના 13 દિવસ બાદ ભારતીય વાયુસેના એ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને આતંકી કેમ્પને નિશાન બનાવ્યું હતું. હુમલાથી ગિન્નાયેલા પાકિસ્તાને બીજા દિવસે ભારતીય સરહદમાં ઘૂસવાની કોશિષ કરી, પરંતુ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને મિગ-21થી પાકિસ્તાનના એફ-16 લડાકુ વિમાનન ડોગફાઇટમાં એલઓસી પાસે તોડી પાડ્યું.

આ વીડિયો પણ જુઓ – નવલી નવરાત્રી, શીખો ગરબાના અવનવા સ્ટેપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન