ચીનને ધોબી પછાડ આપવા ભારતનો ગેમ પ્લાન, વાયુસેના પ્રમુખ પલટશે બાંગ્લાદેશની બાજી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચીનને ધોબી પછાડ આપવા ભારતનો ગેમ પ્લાન, વાયુસેના પ્રમુખ પલટશે બાંગ્લાદેશની બાજી

ચીનને ધોબી પછાડ આપવા ભારતનો ગેમ પ્લાન, વાયુસેના પ્રમુખ પલટશે બાંગ્લાદેશની બાજી

 | 9:16 am IST
  • Share

ચીન (China) એક એક કરીને ભારત (India)ના પાડોશી દેશોને પોતાના પક્ષમાં લાવવા જુદા જુદા ષડયંત્ર રચી રહ્યું છે. નેપાળ બાદ હવે ચીનની નજર બાંગ્લાદેશ (Bangladesh) પર છે. આ રણનીતિ અંતર્ગત ભારત અને બાંગ્લાદેશ તીસ્તા નદી (Tishta River)નો મુદ્દો ઉકેલવા તરફ આગળ વધી રહ્યાં છે તેના પર જ ચીને એક સિંચાઈ ર્પોજેક્ટ માટે 1 બિલિયન ડૉલર આપવાની ઓફર કરી છે. જ્યારે બીજી બાજુ પાકિસ્તાન (Pakistan) પણ બાંગ્લાદેશ સાથે પોતાના સંબંધો સુધારવા મથી રહ્યું છે.  

હવે ભારતીય વાયુસેના ચીફ (Indian Air Force Chief) માર્શલ આરકેએસ ભદોરિયા (RKS Bhadauria) સોમવાર બાંગ્લાદેશની ચાર દિવસની યાત્રા માટે રવાના થઈ ગયા છે. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે પોતાની ચાર દિવસની આ યાત્રા દરમિયાન તેઓ બાંગ્લાદેશની વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે અને ત્યાંના મુખ્ય એરબેઝની (Airbaze) પણ મુલાકાત લેશે. થોડા દિવસ પહેલા જ બાંગ્લાદેશના વાયુસેના પ્રમુખ મસીહુજ્જ્માં સેરનિયાબત આ મહિને જ ભારતની મુલાકાતે આવ્યા હતાં.

ભારતીય વાયુસેના નિષ્ણાંતે કહ્યું હતું કે, આ યાત્રા દરમિયાન સંયુક્ત હિતો ધરાવતા ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર ચર્ચા કરવામાં આવશે અને પરસ્પર સૈન્ય સહયોગ વધારવાની રીતો પર ચર્ચા કરવામાં આવશે. ભદોરિયા પોતાના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન સ્વદેશી ડિફેંસ ઈક્યુપમેંટની નિકાસની પણ વાતચીત ચલાવશે. તેમની બાંગ્લાદેશ મુલાકાત પણ એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને બાંગ્લાદેશના સશસ્ત્રદળો 1971માં થયેલા યુદ્ધ વિજયના 50 વર્ષની ઉજવણી કરી રહ્યાં છે.

વેક્સીન ડિપ્લોમેસીની દેખાઈ રહી છે અસર

થોડા દિવસ પહેલા ચીને બાંગ્લાદેશ પાસે સાઈનોવૈક વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલનો ખર્ચ માંગ્યો હતો. ત્યાર બાદ બાંગ્લાદેશે ભારત પાસે મદદ માંગી હતી. ભારતે ગત મહિને કોરોના વેક્સીનના 20 લાખ ડોઝ બાંગ્લાદેશને મોકલી આપ્યા હતાં. આ ઉપરાંત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે 3 કરોડ ડોઝની પણ ડીલ કરી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન