Air India Aircraft has landed on wrong runway in Maldives International Airport
  • Home
  • Featured
  • માલદીવમાં નિર્માણાધિન રનવે પર ઉતરી ગયું એર ઈન્ડિયાનું વિમાન, 2 ટાયર ફાટી ગયાં

માલદીવમાં નિર્માણાધિન રનવે પર ઉતરી ગયું એર ઈન્ડિયાનું વિમાન, 2 ટાયર ફાટી ગયાં

 | 8:01 pm IST

તિરૂવનંતપુરમથી ઉડાન ભર્યા બાદ એર ઈન્ડિયાનું એક વિમાન આજે માલદિવમાં અકસ્માતનો ભોગ બનતા બનતા રહી ગયું. વિમાનમાં સવાર તમામ મુસાફરોનો સહેજથી બચાવ થયો છે.

એર ઈન્ડિયાનું વિમાન ખોટા રવને પર ઉતરી ગયું જ્યાં બાંધકામ ચાલી રહ્યું હતું. રનવે પર ઉતરતાની સાથે જ વિમાન ફસાઈ ગયું. વિમાનના 2 ટાયર ફાટી ગયાં. ટાયર ફાટતા જ વિમાનમાં સવાર મુસાફરોના જીત તાળવે ચોંટી ગયાં હતાં. જોકે વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને કોઈ જ પ્રકારનું નુકશાન થયાના અહેવાલ નથી.

એર ઈન્ડિયાની ફ્લાઈટ 320NEOએ શુક્રવારે તિરુવનંતપુરમથી માલદીવથી Male Velana International Airport માટે ઉડાન ભરી હતી. ફ્લાઈટ લેન્ડિંગ માટે ખોટા નિર્દેશ આપવામાં આવ્યાં હોવાનું કહેવાય છે. જેના કારણે ફ્લાઈટ નિર્માણાધિન રન વે પર જ ઉતરી ગઈ. આ રનવે હજી વિમાન વ્યવહાર માટે ખુલ્લુ નથી મુકવામાં આવ્યું. ત્યાં કેટલુક બાંધકામ ચાલી રહ્યું છે. વિમાન ઉતરતાની સાથે જ તેના બે ટાયર ફાટી ગયાં હતાં. વિમાનમાં 136 મુસાફરો સવાર હતાં. ફ્લાઈતના તમામ મુસાફરો અને ક્રુ મેમ્બર્સ સુરક્ષિત છે.

માલદીવના આ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રન વેનું બાંધકામ માર્ચ, 2018માં શરૂ થયું હતું. કામ લગભગ પુરૂ થઈ ગયું છે. પરંતુ રનવે હજી લેડિંગ માટે તૈયાર નથી. રનવે 3,400 મીટર લાંબો અને 60 મીટર પહોળો છે.