Air India chairman Rajiv Bansal to be aviation secretary
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બાબુઓની મોટાપાયે બદલી : એર ઇન્ડિયાના ચેરમેન બંસલને કેન્દ્રે એવિયેશન સચિવ બનાવ્યા 

બાબુઓની મોટાપાયે બદલી : એર ઇન્ડિયાના ચેરમેન બંસલને કેન્દ્રે એવિયેશન સચિવ બનાવ્યા 

 | 7:55 am IST
  • Share

કેન્દ્ર સરકારે બુધવારે ટોચના બ્યૂરોક્રેટિક લેવલે મોટાપાયે ફેરબદલી કરી હતી. એર ઈન્ડિયાના ચેરમેન રાજીવ બંસલને કેન્દ્રે એવિયેશન સચિવ બનાવ્યા છે. પર્સોનેલ મિનિસ્ટ્રીના એક આદેશમાં જણાવાયું છે કે આર્થિક બાબતોના વિભાગમાં વધારાના સચિવ તરીકે ફરજ બજાવતાં કે રાજારમનને ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજારમન અંશુ પ્રકાશનું સ્થાન લેશે કે જેઓ ૩૦ સપ્ટેમ્બરે સેવાનિવૃત્ત થઇ રહ્યા છે. જ્યારે નાગાલેન્ડ કેડરની ૧૯૮૮ની બેન્ચના આઈએએસ અધિકારી રાજીવ બંસલ આ મહિનાના અંતે સેવાનિવૃત્ત થઇ રહેલાં પ્રદીપસિંહ ખરોલાનું સ્થાન લેશે.

પોલાદ મંત્રાલયના સચિવ પ્રદીપકુમાર ત્રિપાઠીને પર્સોનેલ એન્ડ પ્રશિક્ષણ વિભાગના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. આદેશ અનુસાર ગૃહ વિભાગમાં વધારાના સચિવ તરીકે ફરજ બજાવતાં ગોવિંદ મોહન સંસ્કૃતિ મંત્રાલયના સચિવ બનશે. નેશનલ ઇન્ડ. કોરિડોર ડેવ. કોર્પોના સીઇઓ અને એમડી સંજય મૂર્તિ હવે ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ બનશે.

એમએસએમઇ મંત્રાલયમાં વધારાના સચિવ અને ડેવલપમેન્ટ કમિશનર દેવેન્દ્ર કુમાર સિંહ સહકારિતા મંત્રાલયના સચિવ બનશે. જ્યારે ઇપીએફઓમાં સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર સુનીલ બર્થવાલને શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના વિશેષ સચિવ અનુરાધા પ્રસાદને આંતરરાજ્ય પરિષદ સચિવાલય, ગૃહમંત્રાલયના સચિવ તરીકે નિયુક્ત કરાયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો