એર ઈન્ડિયાનો રેકોર્ડ, સૌથી વધુ દૂરી, બે કલાક વહેલાં કરી પૂરી - Sandesh
  • Home
  • World
  • એર ઈન્ડિયાનો રેકોર્ડ, સૌથી વધુ દૂરી, બે કલાક વહેલાં કરી પૂરી

એર ઈન્ડિયાનો રેકોર્ડ, સૌથી વધુ દૂરી, બે કલાક વહેલાં કરી પૂરી

 | 12:32 pm IST

ભારતની જાહેર ક્ષેત્રની એરલાઈન્સ એર ઈન્ડિયાએ સૌથી લાંબા વિમાની ઉડ્ડયનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિલ્હીથી સેન ફ્રાન્સિસ્કો વચ્ચેની ફલાઈટે નવા વિક્રમની રચના કરી છે. વિમાને એટલાન્ટિકને બદલે પ્રશાંત મહાસાગર પરથી ઉડ્ડયન કરીને આ રેકોર્ડ રચ્યો છે.

એટલાન્ટિક સમુદ્રની સરખામણીએ પ્રશાંત મહાસાગરનો રૂટ 1,400 કિમી વધારે લાંબો છે. વિમાને આ નવા રૂટનું 15,300 કિમીનું અતર 14.5 કલાકમાં પૂર્ણ કર્યું છે. વિમાને જોકે નવા લાંબા માર્ગ છતાં સેન ફ્રાન્સિસકો પહોંચવામાં બે કલાક ઓછો સમય લીધો છે. આ માટે ટેલવિંડને જવાબદાર ગણાય છે. ટેલવિંડમાં વિમાનની ઉડ્ડયનની દિશામાં પવન ફૂંકાય છે. આ કારણે વિમાનની ઝડપ વધી જાય છે.

એર ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વની દિશામાં ફરે છે. આથી પશ્ચિમ દિશામાં ઉડ્ડયન કરતાં પવન સામેથી ફૂંકાય છે. જ્યારે પૂર્વ દિશાના ઉડ્ડયનમાં પવન પાછળથી આવે છે. આમ પાછળથી ફૂંકાતા પવનને કારણે વિમાનની ઝડપમાં વધારો થાય છે.

પ્રશાંત મહાસાગર પર ઉડ્ડયન કરતાં ટેલવિંડ 138 કિમીની ઝડપ સાથે મળશે. આને લીધે વિમાનને કલાકની ઝડપ 938 કિમીની ઝડપ મળશે. આ અગાઉ અમિરેટ એરલાઈન્સના નામે દુબઈ-ઓકલેન્ડ ફલાઈટને સૌથી લાંબા ઉડ્ડયનનો રેકોર્ડ નોંધાયેલો હતો. હવે આ રેકોર્ડ એર ઈન્ડિયાને તોડી પાડ્યો છે.

બે વર્ષ પછી સિંગાપુર એરલાઈન્સ સિંગાપુર-ન્યૂયોર્ક નોન-સ્ટોપ ફલાઈટ શરૂ કરનાર છે. આ નવા રૂટ પરનું 16,500 કિમીનું અંતર નોન-સ્ટોપ પૂર્ણ કરાશે.

એર ઈન્ડિયાની આ પ્રથમ ફલાઈટમાં સામેલ પાયલોટ રજનીશ શર્મા, ગૌતમ વર્મા, એમ.એ. ખાન અને એસ.એમ. પાલેકર ઉપરાંત 10 કેબિલ ક્રૂના સભ્યો ભારે ઉત્સાહી હતાં. આ વિમાને દિલ્હીથી સવારે ચાર વાગે ઉડ્ડયનની શરૂઆત કરી હતી અને રવિવારે સવારે સેન ફ્રાન્સિસકોમાં લેન્ડિંગ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન