લ્યો બોલો! ઉડ્ડયન મંત્રી વિમાનમાં હોવા છતાંયે ફ્લાઈટ મોડી ઉપડી - Sandesh
NIFTY 10,372.60 +12.20  |  SENSEX 33,780.34 +76.75  |  USD 64.8325 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • લ્યો બોલો! ઉડ્ડયન મંત્રી વિમાનમાં હોવા છતાંયે ફ્લાઈટ મોડી ઉપડી

લ્યો બોલો! ઉડ્ડયન મંત્રી વિમાનમાં હોવા છતાંયે ફ્લાઈટ મોડી ઉપડી

 | 3:32 pm IST

ભારતમાં એરપોર્ટ પરથી વિમાન ઉપડવામાં મોડું થવું એ કંઈ નવાઈની વાત નથી. પરંતુ આ વખતે તો ગજબ જ થઈ ગયો. દિલ્હીથી વિજયવાડા જઈ રહેલી ફ્લાઈટમાં 100 મુસાફરો સાથે અને તેમાં મંત્રીજી પણ સવાર હતાં. એ પણ દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી પી અશોક ગજપતિ રાજુ.

ફ્લાઈટ ઉપડવામાં 90 મીનીટ જેટલું મોડું થતા મુસાફરોએ મંત્રીજીને પ્રશ્ન પુછવાનું શરૂ કરી દીધું. અશોક રાજુએ વિમાનમાં બેઠા બેઠા જ એર ઈન્ડિયાના ચેરમેન અને CMD પ્રદીપ ખરોલાને જ ફોન કરીને ઘટનાની જાણકારી મેળવી હતી. તુંરત કાર્યવાહી કરવામાં આવતા સ્ટાફના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં અને વિમાનના પાયલોટને ચેતવણી આપવામાં આવી હતી.

ખુદ વિમાન મંત્રી વિમાનમાં બેઠા હોય અને તેમ છતાં પણ ફ્લાઈટને ઉપડવામાં મોડું થાય તો પછી સામાન્ય જનતાની પરેશાનીની તો વાત જ શી? તેવો અહેસાર વિમાનમાં સવાર અન્ય મુસાફરોને પણ થાય તે સ્વાભાવિક છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મણીપુરના ઈંફાલ એરપોર્ટ પર કેન્દ્રિય મંત્રી આલ્ફોન્સોને કારણે ફ્લાઈટ લેટ થતા એક યુવતી ગુસ્સે ભરાઈ હતી. આ યુવતી એટલી નારાજ હતી કે તેણે કેન્દ્રીય મંત્રીને જાહેરમાં સંભળાવી દીધું હતું. મંત્રીએ જાહેરમાં યુવતીની માફી માંગવી પડી હતી. એરપોર્ટ પર કેંન્દ્રિય મંત્રી આલ્ફોન્સોના વીઆપી અરાઈવલના કારણે ત્યાંની બીજી ફ્લાઈટને મોડું થયું હતું.