Air India has not Enough Employees to Run Proper Admi
  • Home
  • Business
  • એક સમયે કર્મચારીઓથી ધમધમતું એર ઇન્ડિયા હાલ મારી રહ્યું છે વલખા

એક સમયે કર્મચારીઓથી ધમધમતું એર ઇન્ડિયા હાલ મારી રહ્યું છે વલખા

 | 9:46 pm IST

એર ઇન્ડિયાને ચલાવવા માટે સરકારની સામે દિવસેને દિવસે નવા પડકાર આવી રહ્યા છે. એક સમયે કર્મચારીઓની ભારે ભરખમ સેનાથી સજજ અરે ઇન્ડિયા હાલ કર્મચારીઓને લઇને વલખા મારી રહ્યું છે. તેમની પાસે એટલા પણ કર્મચારી નથી કે તેઓ રોજબરોજના કામ પણ આરામથી ચલાવી શકે. એવામાં પ્રતિસ્પદ્ધી કંપનીઓ સામે માર્કેટમાં ટકી રહેવું એર ઇન્ડિયા માટે મુશ્કેલ સાબીત થઇ રહ્યું છે.

એક સમયે 30 હજાર કર્મચારી ધરાવતી કંપની પાસે હાલ છે માત્ર 10 હજાર કર્મચારી

આજથી પાંચ વર્ષ પહેલા એર ઇન્ડિયા પાસે 30 હજાર કર્મચારી હતા, પરંતુ આજે કંપની પાસે માત્ર 10 હજાર કર્મચારીઓ બચ્યા છે. આ સીવાય મોટાભાગના કર્મચારીઓ સેવા-નિવૃત થયા છે અને કેટલાકે સ્વૈચ્છિક સેવા-નિવૃતિ સ્વીકારી લીધી છે. જ્યારે બાકી બચતા યુવા કર્મચારીઓએ ખાંનગી ક્ષેત્રી કેટલીક કંપનીમાં નોકરી જોઇન કરી લીધી છે.

ઓગસ્ટમાં વધુ 2-3 હજાર કર્મચારી રિટાયર થવાથી વધી શકે છે મુશ્કેલી

પ્રાપ્ત અહેવાલ મુજબ એર ઇન્ડિયાની સામે સૌથી મોટો પડકાર છ મહિના બાદ સામે આવશે, કે જ્યારે ઓગસ્ટમાં 2-3 હજાર કર્મચારીઓ રિટાયર થશે. જેમાંથી કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ એવા છે કે જેમને કંપનીની કરોડરજ્જુ માનવામાં આવે છે. જોકે એર ઇન્ડિયા પહેલાથી જ ઉચ્ચ સ્તરીય અધિકારીઓની ગેરહાજરી સામે લડી રહ્યું છે અને લાંબા ગાળાથી માત્ર બે જ ઉચ્ચ સ્તરીય અધિકારીઓથી કામ ચલાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન