Air India issue new Menu Card for Cabin Crew and Air Hostess
  • Home
  • Business
  • હવે દેવાદાર એર ઇન્ડિયાની એર હોસ્ટેસ બનશે સુપર હોટ, કંપનીએ ઘડ્યો આ પ્લાન

હવે દેવાદાર એર ઇન્ડિયાની એર હોસ્ટેસ બનશે સુપર હોટ, કંપનીએ ઘડ્યો આ પ્લાન

 | 12:14 pm IST

‘મહારાજા’ તરીકે જાણીતી એરલાઇન કંપની એર ઇન્ડિયા હાલ ભલે પૈસાના અભાવે સંઘર્ષ કરી રહી છે અને તેની નાણાકીય સ્થિતિ લથડી છે. પરંતુ તેમ છતા કંપની તેના ક્રૂ મેમ્બર્સની ફિટનેસ પર સંપૂણ ધ્યાન આપી રહી છે. એરલાઇન્સે તેની એરહોસ્ટેસ અને કેબિન ક્રૂ મેમ્બર્સ માટે ભોજનની ખાસ વ્યવસ્થા કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ એર ઇન્ડિયાએ તેના કેબિન ક્રૂ મેમ્બર અને એરહોસ્ટેસની ફિટનેસને ધ્યાનમાં રાખીને તેમને અપાતા ભોજનના મેન્યૂમાં કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે. નવા મેન્યૂમાં ક્રૂ મેમ્બર્સને ડાઇટ મીલ આપવામાં આવશે. મેન્યૂમાં દરેક દિવસે અલગ-અલગ પ્રકારના બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ઉપમા, ઇડલી-સાંભર, ચીલા, ઓમલેટ, સૂપ, કબાબ, બોયલ્ડ રાઇસ, ટિંડા મસાલા, ચિકન ટિક્કા, અરહર અને મસૂરની દાળ પ્રમુખ રીત સામેલ છે.

ઉપરાંત ફ્લાઇટમાં હાજર ક્રૂ મેમ્બર્સ માટે નવા મેન્યૂ હેઠળ આપવામાં આવતા ભોજનની વ્યવસ્થાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે 15 સપ્ટેમ્બરથી દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટથી શરૂ કરવામાં આવ્યું છે. આ નવા મેન્યૂમાં પ્રમુખ રીતે ભારતીય ભોજનને સામેલ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ક્રૂ મેમ્બરને આપતું આ ભોજન હળવું અને વધુ પૌષ્ટિક છે. આ ભોજન ક્રૂ મેમ્બર સહિત કોકપિટમાં હાજર પાયલોટને પણ આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે આ નવું મેન્યૂ હાલ દિલ્હીથી મુંબઈ જનારી ફ્લાઇટમાં જ લાગૂ છે. જોકે થોડા સમય બાદ ઘરેલૂ અને ઇન્ટરનેશન ફ્લાઇટમાં પણ ક્રૂને આ પ્રકારનું ભોજન આપવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ: મોદીના 70માં જન્મ દિવસને લઇને સુરતમાં અનોખુ આયોજન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન