Air India offer domestic tickets at starting price 799 rupees
  • Home
  • Business
  • માત્ર રૂ.799 માં કરો હવાઈ મુસાફરી, જલ્દી ઉઠાવી લો ઓફરનો લાભ નહીંતર રહી જશો, જાણો વિગત

માત્ર રૂ.799 માં કરો હવાઈ મુસાફરી, જલ્દી ઉઠાવી લો ઓફરનો લાભ નહીંતર રહી જશો, જાણો વિગત

 | 7:16 pm IST

દેશની એરલાઇન્સ કંપનીઓ તેમના ગ્રાહકો માટે ઘણી વખત આકર્ષક ઓફર લાવતી હોય છે. ત્યારે હવે દેશની પ્રમુખ એરલાઈન્સ કંપનીઓમાંથી એક અને સરકારી એરલાઇન કંપની એર ઇન્ડિયા યાત્રીઓ માટે એક ખાસ ઓફર લઈને આવી છે. જે હેઠળ યાત્રીઓને ફરવા માટે વધુ પૈસા ચૂકવવાની જરૂર નહીં પડે.

મીડિયા રિપોર્ટ મુજબ એર ઈન્ડિયાએ તેના ગ્લોબલ નેટવર્ક પર જબરદસ્ત ઓફરની જાહેરાત કરી છે. કંપનીની આ ઓફર હેઠળ યાત્રી માત્ર 799 રૂપિયાની શરૂઆતી કિંમત પર દેશમાં ફ્લાઇટ ટિકિટ ખરીદી શકે છે. ત્યારે માત્ર 4,500 રૂપિયાની શરૂઆતી કિંમત પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ટિકિટ ખરીદી શકે છે. ઇકોનોમી ક્લાસની ટિકિટો પર આ વિશેષ છૂટ આપવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ઓફર 15 ફેબ્રુઆરી 2020થી 17 ફેબ્રુઆરી 2020ની રાત 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.

ત્યારે આ ઓફર હેઠળ ખરીદેલી ટિકિટને યાત્રી 18 ફેબ્રુઆરી 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધી ઉપયોગ કરી શકશે. માહિતી મુજબ આ ઓફર સાઉદી અરબ માટે લાગૂ નથી. ત્યારે ટિકિટ બુક કરાવવા પર બેગેજથી જોડાયેલ જૂના નિયમો અમલમાં રહેશે. ઉપરાંત, ચેંજ અને કેન્સિલેશન ચાર્જ પણ નિયમો મુજબ જ વસૂલાશે. આ ઓફર અંગે વધુ માહિતી અને નિયમો અને શરતો તમે એર ઇન્ડિયા એરલાઇનની વેબસાઇટ પર મેળવી શકો છો.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં પ્રદૂષણના પાપીઓ બેફામ બન્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન