air india plane crash at runway in kozhikode kerala
  • Home
  • Featured
  • દુબઈથી આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટના રન-વે પર બે ટૂકડાં, 2 પાયલટ સહિત 16નાં મોત

દુબઈથી આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટના રન-વે પર બે ટૂકડાં, 2 પાયલટ સહિત 16નાં મોત

 | 9:01 pm IST

કેરળના કોઝિકોડમાં કારીપુર એરપોર્ટ પર ઉતરતી વખતે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. દુબઈથી આવતા વિમાનમાં 189 મુસાફરો અને સાથે 6 ક્રુ એમ કરીને 195 લોકો સવાર હતા. રનવે પર લપસી પડવાના કારણે આ અકસ્માત થયો હતો. દુબઇથી કાલિકટ આવી રહેલ એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાન સાથે અકસ્માતને કારણે દુર્ઘટના સર્જાઈ હતી. રનવેથી આગળ નીકળી જવાના કારણે આ ઘટના ઘટી હતી. વિમાનનો આગળનો ભાગ બે ટૂકડામાં તૂટી ગયો હતો. જેની તસવીરો પણ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આગળનો ભાગ તૂટી જવાના કારણે પાયલોટનું મોત થયું છે.

પરંતુ હજુ નુકસાન વિશે કોઈ આધિકારીક પુષ્ટિ થઈ નથી. વિમાનના પાયલોટનું મોત થયું છે. કેરળની કોંદોત્તી પોલીસના જણાવ્યા અનુસાર આજે સાંજે આઠ વાગ્યે વિમાન અકસ્માતનો શિકાર બન્યું છે. દુબઇથી કોઝિકોડ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ નંબર IX-1344 રનવે પર સ્લીપ થઈ ગઈ હતી. જેના લેન્ડ કરવાનો સમય સાંજના 7 વાગીને 41 મિનિટનો હતો. આ ઘટના પર ગૃહમંત્રી અમિત શાહે પણ દુખ વ્યક્ત કર્યું હતું.

એર ઈન્ડિયા એક્સપ્રેસને મળેલી માહિતી અનુસાર દુબઇથી આવી રહેલા આ પેસેન્જરમાં 104 નવજાત શિશુ અને ક્રૂના છ સભ્યો સહિત 195 મુસાફરો હતા. રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની એક ટીમ કોઝિકોડ રવાના કરવામાં આવી છે.વિમાન દુર્ઘટના બાદ કેરળના મુખ્ય પ્રધાન પિનરઈ વિજયને પોલીસ અને ફાયર ફોર્સને કારીપુરના કોઝિકોડ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (સીસીજે) પર તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. બચાવ અને તબીબી સહાય માટે જરૂરી વ્યવસ્થા કરવા અધિકારીઓને સુચના પણ આપવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં પાઇલટનું મોત નીપજ્યું છે. તો માહિતી એવી પણ મળી રહી છે કે ઘણા લોકો ઘાયલ થયાં છે. એનડીઆરએફની એક ટીમ રાહત અને બચાવ કામગીરી માટે કોઝિકોડ જવા રવાના થઈ છે. એનડીઆરએફના 50 જવાનને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. મલ્લપુરમથી એનડીઆરએફની એક ટીમ મોકલવામાં આવી છે. વિમાન દુર્ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન