મહિલા દિવસની ઉજવણી માટે Air India કરશે કંઇક નવું - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • મહિલા દિવસની ઉજવણી માટે Air India કરશે કંઇક નવું

મહિલા દિવસની ઉજવણી માટે Air India કરશે કંઇક નવું

 | 2:56 pm IST

વિશ્વની પ્રત્યેક મહિલાનાં સન્માનમાં દર વર્ષે 8 માર્ચનાં રોજ આતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિમાન કંપની એર ઇન્ડિયાએ આ વર્ષે મહિલા દિવસની ખુબ જ અલગ રીતે ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયા આ વર્ષે અમેરિકન શહેરોના તમામ શહેરોમાં મહિલા ક્રૂને રાખશે. માત્ર એટલું જ નહી, કેટલાક અન્ય દેશી-વિદેશી માર્ગો પર કંપનીની કંઇક આ પ્રકારની જ વ્યવસ્થા હશે.

કંપનીએ જણાવ્યુ કે, આ વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવા માટે ઉત્લાહિ મહિલા કર્મીઓની વિષેશ તૈયારી છે. તે દિવસે અમેરિકાનાં શહેરો- સેન ફ્રાંસિસ્કો, ન્યૂયોર્ક, નેવાર્ક, શિકાગો અને વોશિંગટન ડીસીની ઉડાણોમાં કેપ્ટન અને પાયલટ સાથે જ વિમાનમાં હાજર ક્રૂનાં તમામ સદસ્યો મહિલા જ હશે.

આ સિવાય મિલાન, ફ્રેંકફર્ટ અને સિંગાપુર જેવા દેશી માર્ગો અને કેટલાક ઘરેલું માર્ગો પર પણ આ પ્રકારની સેવા આપવામા આવશે.