Air Pollution Dangerous For Asthma Patient Follow Tips To Save Yourself
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અસ્થમાના દર્દીઓ માટે ઝેરી હવા છે જોખમી, બચવા માટે ફોલો કરો આ ટિપ્સ

અસ્થમાના દર્દીઓ માટે ઝેરી હવા છે જોખમી, બચવા માટે ફોલો કરો આ ટિપ્સ

 | 6:54 pm IST
  • Share

  • હવાનું વધુ પ્રદુષણ અસ્થમાના દર્દીઓ માટે જોખમી

  • શું છે અસ્થમાની બીમારી

  • કેવી રીતે પોતાની જાતને અસ્થામાથી બચાવશો

હવાનું વધતું પ્રદૂષણ દરેક ઉમરના લોકોના આરોગ્ય માટે જોખમી છે અને આને કારણે વધુ લોકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે. હવાના પ્રદુષણને કારણે અસ્થમા, ફેફસાનું કેન્સર, ક્ષય અને ન્યુમોનિયા જેવી બીમારીઓ થઇ શકે છે. નોંધનીય વાત એ છે કે હવાનું વધતું પ્રદૂષણ અને સાથે જ શિયાળો આવવાની શરૂઆત લોકોની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યું છે. શિયાળામાં છવાતું ધુમ્મસ આ રોગોથી પીડિત વ્યક્તિની સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે.

ઘણા શહેરોમાં હવાની ગુણવત્તા દિવસે દિવસે કથળી રહી છે. એવામાં દરેક વ્યક્તિએ પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે અસ્થમાની બીમારી અને તેને રોકવા માટે શું કરવું એ વિશે જાણીશું –

અસ્થમા શું છે –

કેટલીક બીમારીઓ એવી છે કે જેના માટે વાયુ પ્રદૂષણ જવાબદાર માનવામાં આવે છે. આ બીમારીઓમાંથી એક છે અસ્થમા. કેટલાક કારણોસર અસ્થમાના દર્દીની શ્વાસની નળીઓમાં સોજો આવે છે. આ કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ રોગોથી પીડિત વ્યક્તિની સમસ્યાઓ ઠંડીની ઋતુમાં ધુમ્મસને કારણે વધુ વધી જાય છે.

અસ્થમાના લક્ષણો –

  • શ્વાસ લેવામાં તકલીફ
  • ગૂંગળામણ
  • શ્વાસ લેતા સમય અવાજ આવવો
  • થોડું ચાલવા પર હાંફ ચઢવો
  • છાતીમાં કશું જમા થયેલું કે ભરાયેલું હોય એવું લાગવું
  • ખસી આવવા પર કફ આવવો

અસ્થમાના દર્દીઓએ હવાના પ્રદૂષણથી પોતાને બચાવવા જોઈએ –

  • શિયાળામાં, ધુમ્મસ વધુ હોય છે જેથી સવારે પ્રદૂષણમાં બહાર ન નીકળો
  • ધુમ્મસ હોય તો ચાલવા ન જાવ
  • હંમેશા તમારી સાથે દવા રાખો
  • મોઢા પર માસ્ક અથવા સ્વચ્છ કપડું બાંધીને જ ઘરની બહાર નીકળો
  • ધૂળ અને ગંદકી હોય તો તરત જ તમારા મોઢાને ઢાંકી દો
  • જો કોઈ સમસ્યા હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો