ચાલુ વિમાનને પાયલોટ પતિ-પત્નીની કોકપિટમાંજ છુટ્ટાહાથની મારામારી - Sandesh
  • Home
  • India
  • ચાલુ વિમાનને પાયલોટ પતિ-પત્નીની કોકપિટમાંજ છુટ્ટાહાથની મારામારી

ચાલુ વિમાનને પાયલોટ પતિ-પત્નીની કોકપિટમાંજ છુટ્ટાહાથની મારામારી

 | 7:35 pm IST

લંડનની મુંબઈ આવી રહેલા જેટ એરવેઝના વિમાનમાં વિચિત્ર ઘટના ઘટી હતી. વિમાન જ્યારે હજારો ફુઉ ઉંચે હવામાં હતું ત્યારે જ વિમાનના મહિલા અને પુરૂષ પાયલોટ કોકપીટમાં જ છુટ્ટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતાં. આશ્ચર્યજનક વાત એ છે કે બંને પાયલોટ પતિ-પત્ની છે. વિમાનમાં આશરે 300 મુસાફરો સવાર હતાં.

જેટ એરવેઝે જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી 2018ના રોજ લંડનથી આવી રહેલી ફ્લાઈટમાં પાયલોટ અને સહ-પાયલોટ વચ્ચે ઉભી થયેલી ગેરસમજના કારણે વિવાદ સર્જાયો હતો. જોકે વિવાદ સત્વરે જ ઉકેલવામાં આવ્યો હતો. વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

નવા વર્ષની શરૂઆતે જ જેટ એરવેઝની ફ્લાઈટ 9W 119 લંડનથી ઉડાન મુંબઈ માટે ઉડાન ભરી હતી. વિમાન આકાશમાં જ હતું, ત્યારે પાયકોટ અને સહ-પાયલોટ વચ્ચે વિવાદ થયો હતો. બંને પાયલોટ પતિ-પત્ની હતાં. વિવાદ એટલો વણસ્યો હતો કે પતિ-પત્ની પાયલોટ બંને છુટ્ટાહાથની પર ઉતરી આવ્યાં હતાં. ઝઘડા બાદ પત્ની વિમાનની કોકપિટમાંથી બહાર આવી ગઈ હતી. જેને લઈને વિમાનમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, ક્રૂ મેંમ્બરોની સમજાવટ બાદ આખરે મહિલા પાયલોટ કોકપિટમાં પરત ફરી હતી અને ગંભીર દુર્ઘટના ટળી હતી. વિમાનમાં ક્રૂ મેંમ્બર સહિત કુલ 324 લોકો સવાર હતાં.

વિમાન મુંબઈ લેન્ડ થતા જ ઘટનાની જાણકારી જેટ એરવેઝના અધિકારીઓને આપવામાં આવી હતી. ત્યાર બાદ પતિ-પત્ની પાયલોટને તત્કાળ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. એરલાઈન્સે ઘટનાની જાણકારી DGCAને આપી હતી. ઘટનનાની તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યાં સુધી તપાસ પુરી ન થાય ત્યાં સુધી બંનેને ફરજ પરથી દૂર કરવામાં આવ્યાં છે.