એરસેલ કેસ : કાર્તિને રાહત, બીજી મે સુધી ધરપકડમાંથી મુક્તિ અપાઈ - Sandesh
  • Home
  • India
  • એરસેલ કેસ : કાર્તિને રાહત, બીજી મે સુધી ધરપકડમાંથી મુક્તિ અપાઈ

એરસેલ કેસ : કાર્તિને રાહત, બીજી મે સુધી ધરપકડમાંથી મુક્તિ અપાઈ

 | 1:17 am IST

નવી દિલ્હી :

દિલ્હીની એક અદાલતે સીબીઆઇ અને ઈડી દ્વારા એરસેલ- મેક્સિસ કેસમાં દાખલ થયેલા બે જુદા જુદા કેસોમાં કાર્તિ ચિદમ્બરમ્ની ગિરફતારી સામે વચગાળાની રાહતની મુદત વધારી છે. આ બંને કેસો ટુ-જી સ્પેક્ટ્રમ કેસ સાથે જોડાયેલા છે. કાર્તિની અગ્રિમ જામીનની અરજી પર ચર્ચા માટે પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)ના અધિવક્તાએ કેટલોક સમય માગ્યો હતો, એ બાદ વિશેષ ન્યાયાધીશ ઓ. પી. સોનીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ્ના પુત્ર કાર્તિએ રાહત આપી હતી. આગામી ૨ મે સુધી કાર્તિની ધરપકડ થઈ ન શકે એવો નિર્દેશ કર્યો છે. સીબીઆઇના વકીલે તેનું સમર્થન કર્યું અને અદાલત સમક્ષ કેસની સુનાવણીની આગામી તારીખ આપવાનો અનુરોધ કર્યો હતો. કાર્તિની આગોતરા જામીનની અરજી પર જવાબ દાખલ કરવા માટે બંને તપાસ એજન્સીઓએ સમય માગ્યો હતો, જેને ધ્યાનમાં રાખવા અદાલતે ૨૪ માર્ચને કાર્તિને આજ સુધીની વચગાળાની રાહત અપાઈ હતી.

કાર્તિએ એરસેલ- મેક્સિસ કેસમાં ગિરફતારી થાય નહીં એ માટે સ્ટે આપવાની માગણી કરતી અરજી દાખલ કરી હતી. આ પ્રકરણમાં સીબીઆઇએ ૨૦૧૧માં અને ઈડીએ ૨૦૧૨માં કેસ દાખલ કર્યો હતો.

આ કેસ ગ્લોબલ કમ્યુનિકેશન હોલ્ડિંગ સર્વિસિસ લિમિટેડે એરસેલમાં રોકાણ માટે વિદેશ રોકાણ સંવર્ધન બોર્ડની મંજૂરી આપવા સાથે જોડાયેલો છે. સપ્ટેમ્બર ૨૦૧૫માં સીબીઆઇએ આ કેસની તપાસ મામલે સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો.

CBI અને EDએ વધુ સમય માગતા કાર્તિને રાહત

દિલ્હી કોર્ટે સોમવારે કાર્તિ ચિદમ્બરમ્ને ધરપકડ સામે વચગાળાની સુરક્ષા ૨ મે સુધી વધારી આપી છે. સ્પેશિયલ જજ ઓ.પી. સૈનીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વકીલે કાર્તિની આગોતરા જામીનની અરજી માટે દલીલ કરવા માટે સમય માગ્યો હતો, તેને પગલે તેને વચગાળાની રાહત આપી હતી. બીજી તરફ સીબીઆઇના વકીલે પણ આગામી તારીખ આપવા કોર્ટને વિનંતી કરતાં આખરે રાહત લંબાવાઈ હતી.

;