એરક્રાફ્ટની પાંખોમાં થતું ડેમેજ જાતે જ રિપેર થવા લાગશે ! - Sandesh
  • Home
  • World
  • એરક્રાફ્ટની પાંખોમાં થતું ડેમેજ જાતે જ રિપેર થવા લાગશે !

એરક્રાફ્ટની પાંખોમાં થતું ડેમેજ જાતે જ રિપેર થવા લાગશે !

 | 4:20 am IST

લંડન :

એરક્રાફ્ટની પાંખમાં નાની પડેલી તિરાડને કારણે ઘણીવાર લાખો રૂપિયાના નુકસાનના ભોગે વિમાનને તાત્કાલિક ઉતરાણ કરવાની ફરજ પાડે છે અને તેને રિપેર થતાં દિવસો લાગી જાય છે પરંતુ સંશોધકોએ એક એવું સોલ્યુશન શોધ્યું છે, જેમાં એરક્રાફ્ટમાં પડેલી તિરાડો માનવ શરીરમાં રહેલી સેલ્ફ હિલિંગ જેવી સમાંતર ક્રિયાની પદ્ધતિથી તેની જાતે જ રિપેર થવા લાગશે. એટલું જ નહીં, આ સોલ્યુશનમાં રહેલા પદાર્થો ભવિષ્યમાં મોબાઇલ ફોનની સ્ક્રિનને પણ જાતે ફિક્સ કરવામાં મદદ કરી શકે તેવી પદ્ધતિ પણ શોધવામાં આવી રહી છે. જેને કારણે નેલ પોલિશના ફોર્મમાં આવેલા લિક્વિડની મદદથી મોબાઇલ ચિપ્સ પણ રિપેર થઇ શકશે. યુનિવર્સિટી ઓફ બિસ્ટોલમાં પ્રકાશિત થયેલા સંશોધન પ્રમાણે, એરક્રાફ્ટની પાંખો પર થયેલી નાની- મોટી તિરાડોને માનવ શરીરમાં રહેલી હિલિંગ પ્રોસેસના સિદ્ધાંતના આધારે બનાવવામાં આવેલા સોલ્યુશનથી રિપેર કરી શકાય તેવી ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. આ સોલ્યુશનમાં કાર્બન ફાઇબર કોમ્પોઝિટથી બનેલા માઇક્રોસ્ફીઅર જેવા ઘટકોને સમાવવામાં આવ્યા છે. નવાઇની વાત એ છે કે આ સોલ્યુશનથી માત્ર ગણતરીના કલાકોમાં ડેમેજ થયેલા પાર્ટને તેના મૂળરૂપમાં લાવી શકાશ. ડેમેજ થયેલા પાર્ટ પર આ સોલ્યુશન  ઠંડા કરતાં ગરમ વાતાવરણમાં વધારે જલદી અને અસરકારક ભૂમિકા નિભાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન