એરોપ્લેનની શોધ બે ભાઇઓ દ્વારા ૧૯૦૩માં થઇ   - Sandesh
  • Home
  • Supplements
  • Kids World
  • એરોપ્લેનની શોધ બે ભાઇઓ દ્વારા ૧૯૦૩માં થઇ  

એરોપ્લેનની શોધ બે ભાઇઓ દ્વારા ૧૯૦૩માં થઇ  

 | 1:33 am IST

રાઇટ બ્રધર્સ ૧૯૦૩માં એક હવાઇ જહાજ બનાવ્યું હતંુ, પણ તેને પૂરેપૂરી સફળતા મળી હતી નહીં. ત્યારબાદ ૧૯૦૬માં અલ્બેટો સેંટોસે મોટો દાવો કર્યો કે પહેલું હવાઇ જહાજ તેણે બનાવ્યું હતું, જે ૨૨ સેકન્ડમાં ૨૨૦ મીટરની ઊંચાઇએ ઊડયું હતું. એરોપ્લેનનો ઉપયોગ મોટા ભાગે માલ-સામાનના પરિવહન માટે લશ્કરી કામો અને સંશોધનો માટે કરવામાં આવતો હતો. વિશ્વમાં લગભગ ચાર અબજથી વધુ લોકો એરોપ્લેનમાં મુસાફરી કરે છે. મોટાભાગના વિમાનો પાઇલટ દ્વારા ઉડાડવામાં આવે છે જ્યારે કેટલાક વિમાનો કમ્પ્યૂટર- નિયંત્રિત હોય છે. પહેલું હવાઇ જહાજ ૧૯૫૨માં ધ હાવલેન્ડ કોમેટે બનાવ્યું હતું. તેમજ વર્લ્ડ વોર ૧ અને વર્લ્ડ વોર ૨ની તમામ લડાઇમાં હવાઇ જહાજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.