Airport Will Be Made near Statue of Unity
  • Home
  • Budget
  • ‘ઉડાન’ : SOUને દેશના અન્ય શહેરો સાથે જોડવામાં આવશે

‘ઉડાન’ : SOUને દેશના અન્ય શહેરો સાથે જોડવામાં આવશે

 | 6:30 am IST

કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૫ સુધીમાં ઉડાન યોજના હેઠળ ગુજરાતને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ યોજનામાં કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પણ વધુને વધુ પ્રવાસીઓ આવે તે માટે રાજપીપળા ખાતે એરપોર્ટની કનેક્ટિવિટી થશે. ઉલ્લેખનીય છેકે, ઉડાન -૪યોજના હેઠળ તાજેતરમાં જ દેશના અન્ય શહેરોની જોડવાની જાહેરાત થઇ છે. હવે ઉડાન -૫ હેઠળ ગુજરાતના પણ અન્ય શહેરોને વિમાની સેવા સાથે સાંકળવામાં આવી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે વધુને વધુ લોકો આવે તે માટે પણ આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં રજવાડાઓના સમયમાં એરસ્ટ્રિપ વિકસાવવામાં આવી હતી.આ એરસ્ટ્રિપ  અમરેલી,છાડબેટ, ધાંગધ્રા, ડીસા, કંડલા, કેશોદ, ખંભાળિયા,  ખાવડા, લીંબડી, માંડવી,મહેસાણા, મીઠાપુર, મોરબી, મુંદ્રા, નલિયા, પારસોલી, પોરબંદર, રાધનપુર, વઢવાણ અને વાંકાનેરમાં પણ છે. કેન્દ્ર સરકારે આ એર સ્ટ્રિપમાંથી મુંદ્રાનો વિકાસ કર્યો છે. હજી ઉપરોક્ત એરસ્ટ્રિપમાંથી ઉડાન હેઠળ કઇ એર સ્ટ્રિપને આવરી લેવામાં આવશે હવે નક્કી કરાશે.

ગુજરાતના રજવાડાં સમયની એરસ્ટ્રીપ ક્યારે વિકસાવાશે?

ગુજરાતમાં રજવાડાઓના સમયમાં નાનાં નાનાં અનેક રાજવીઓ પાસે પોતાના એરક્રાફ્ટ હતા. તેમણે પોતપોતાના વિસ્તારમાં જરૂર પૂરતી એરસ્ટ્રીપ પણ વિકસાવેલી. આમાં અમરેલી, છાડબેટ, ધાંગધ્રા, ડીસા, કંડલા, કેશોદ,  ખંભાળીયા, ખાવડા, લીંબડી, માંડવી, મહેસાણા, મીઠાપુર,  મોરબી, મુંદ્રા, નલીયા, પારસોલી, પોરબંદર, રાધનપુર,  વઢવાણ અને વાંકાનેરનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે આ એર સ્ટ્રિપમાંથી મુંદ્રાનો વિકાસ કર્યો છે. હવે જ્યારે આ વખતના બજેટમાં ઉડાન યોજનાની જાહેરાત થઈ છે ત્યારે રજવાડાંના સમયની આ એરસ્ટ્રીપનો ય વિકાસ ક્યારે થશે તે વિષે આશા સાથે ઉત્તેજના જાગી છે.

દેશના ઊર્જાક્ષેત્રે રૂ.૨૨ હજાર કરોડની ફાળવણીથી રાજ્યના પાવર ઉદ્યોગને ફાયદો

દેશમાં ઊર્જા ક્ષેત્રે રૂ.૨૨ હજાર કરોડની ફાળવણી કેન્દ્રિય બજેટમાં કરવામાં આવી છે ત્યારે તેનો સીધો જ લાભ આગામી સમયમાં વડોદરાના પાવર ઉદ્યોગ સેકટરને મળશે. હાલમાં ઊર્જા ઉત્પાદન, પ્રવહન અને વિતરણ ક્ષેત્રની જરૂરી યંત્ર સામગ્રીના ઉત્પાદનમાં વડોદરાનો હિસ્સો ૨૩ ટકા રહ્યો છે.જેમાં મોટા ટ્રાન્સફોર્મર હોય કે પછી રિલે, બસબારથી માંડીને પેનલ, ફ્યુઝ સહિતના ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે. વડોદરા ખાતે આવેલી પાવર સેકટરની મહત્વની કંપનીઓના સંચાલકોને પણ આ બજેટની જાહેરાતથી હાશકારો થયો છે. બીજી તરફ પાવર સેકટર માટે જરૂરી નાની યંત્ર સામગ્રી પણ સ્થાનિક લઘુ ઉદ્યોગો દ્વારા પૂરી પાડવામાં આવે છે ત્યારે આ સેકટરને પણ લાભ થશે તેમ જાણવા મળે છે.  દેશની ઘણી વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ)માં વડોદરાની કંપનીઓના નાણાં ફસાયા છે તે પણ આ બજેટની જોગવાઇ બાદ મળી જશે તેવી આશા સર્જાઇ છે.

ગુજરાતના ડેરી ઉદ્યોગ માટે મોટી છલાંગ બજેટમાં ૨૦૨૫ સુધીમાં દેશમાં દૂધનું ઉત્પાદન બમણું કરી ૧૦૮ મિલિયન મેટ્રિક ટન કરવાનો લક્ષ્યાંક છે. જેના માટે આર્ટિફિશિયલ ઈનસેમિનેશનનું પ્રમાણ માત્ર ૩૦ટકા છે તે વધારીને ૭૦ ટકા સુધી પહોંચાડવાની પણ નેમ વ્યક્ત કરવામાં આવી છે. આનો સૌથી મોટો લાભ ગુજરાતના ડેરી ઉદ્યોગને થવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન