Jioની ધમાકેદાર ઓફરને ટક્કર આપવા Airtelની નવી જાહેરાત, ગ્રાહકોને થશે ફાયદો - Sandesh
  • Home
  • Business
  • Jioની ધમાકેદાર ઓફરને ટક્કર આપવા Airtelની નવી જાહેરાત, ગ્રાહકોને થશે ફાયદો

Jioની ધમાકેદાર ઓફરને ટક્કર આપવા Airtelની નવી જાહેરાત, ગ્રાહકોને થશે ફાયદો

 | 1:43 pm IST

મુકેશ અંબાણીએ કાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હેપ્પી ન્યૂયર ખતમ થયા બાદ પ્રાઈમ મેમ્બર્સને પ્રતિદિવસે 10 રૂપિયામાં 1GB ડેટા મળશે. હવે એરટેલે પણ કંઈક એવા જ પ્લાનની જાહેરાત કરી છે. કંપનીએ પોતના પોસ્ટપેડ યૂજર્ઝને નોટિફિકેશન મોકલવાનું શરૂ કરી દીધું છે કે, તેમને 100 રૂપિયામાં 10GB એક્સ્ટ્રા ડેટા આપવામાં આવશે.

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એટરેલની આ ઓફર વર્તમાન પોસ્ટપેડ ગ્રાહકો માટે હશે. એટલે કે, હવે 549 રૂપિયાવાળા પ્લાન જેમાં 3GB 4G ડેટા મળતો હતો, જેમાં જો તમે 100 રૂપિયા એકસ્ટ્રા લગાવો છો તો તમને 13GB 4G ડેટા મળશે. તે માટે તમારે કુલ 649 રૂપિયા (ટેક્સ વગર) આપવા પડશે.

એરટેલે પોતાના ડેટાની કિંમતમાં ઘટાડો કરીને જિયોની બરાબરી કરવાની કોશિશ કરી છે. જોકે, બધા પ્લાનની બરાબરી કરવામાં આવે તો જિયોનો પ્લાન બધાને પછાડે તેવો છે, કેમ કે આમાં કોલિંગ અને રોમિંગ પણ ફ્રિ છે. બીજી વાત તે કે, હાલમાં એરટેલની આ ઓફર તેમને જ મળશે જેમને નોટિફિકેશન મોકલવામાં આવી રહ્યાં છે. આ ઓફર બધા લોકો માટે છે કે માત્ર પસંદગીના યૂઝર્સ માટે તે હાલમાં નક્કી નથી. પરંતુ તે સંભવ છે કે, આવનારા કેટલાક દિવસોમાં આ ઓફરને બધા માટે લાગૂ કરવામાં આવી શકે છે.

જોકે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીજના ચેરમેન મુકેશ અંબાણીએ તે સ્પષ્ટ કરી દીધું છે કે, જિયોનું ટેડા રેડ્સ બીજી કંપનીઓ કરતાં 20 ટકા સસ્તુ જ હશે. એટલે કે, આવનાર સમયમાં જો બીજી કંપનીઓ પોતાના ડેટા રેડ્સને ઘટાડીને જિયોની બરાબર કરી લે છે તો ઉલ્લેખનિય છે કે, જિયોને પણ પોતાના ડેટા રેડ્સમાં ઘટાડો કરવો પડશે. આમ સામાન્ય રીતે જોઈએ તો આવનારા સમયમાં સસ્તા ડેટાની હરિફાઈ વધુ તેજ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન