Airtelએ આ પ્લાનમાં કર્યો મોટો ફેરફાર, હવે દોઢ રૂપિયામાં મળશે 1GB ડેટા - Sandesh
  • Home
  • Technology
  • Airtelએ આ પ્લાનમાં કર્યો મોટો ફેરફાર, હવે દોઢ રૂપિયામાં મળશે 1GB ડેટા

Airtelએ આ પ્લાનમાં કર્યો મોટો ફેરફાર, હવે દોઢ રૂપિયામાં મળશે 1GB ડેટા

 | 4:15 pm IST

ટેલિકૉમ કંપની Airtel છેલ્લા કેટલાંક સમયથી Reliance Jioને ટક્કર હંફાવી રહી છે. હવે કંપનીએ એક પ્લાનને રિવાઈજ કર્યા છે અને તેમાં રોજની ડેટા લિમિટ વધારી દીધી છે. Airtelએ પોતાના 149 રૂપિયાના પ્લાનને વધાર્યો છે. કંપની હવે 149 રૂપિયાના પ્લાનમાં પહેલાના મુકાબલે વધારે ડેટા યૂઝર્સને આપી રહ્યું છે.

Airtel 149 Planના અનુસાર, હવે યૂઝર્સને રોજનું 2GB હાઈસ્પીડ ઈન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યું છે. આ ડેટા 3G અને 4G બન્ને હશે. તેની સમયવૈધતાની વાત કરીએ તો તેમાં 28 દિવસોની વેલિડિટી આપવામાં આવી રહી છે. યૂઝર્સને આ પ્લાનમાં કુલ 56જીબી ડેટા મળી રહ્યો છે. આ હિસાબથી એક જીબી ડેટાની કિંમત 2.68 રૂપિયા હશે.

કંપની પોતાના આ પ્લાન અંતર્ગત યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ જેવા શાનદાર ફાયદા પણ આપી રહ્યું છે. તેના સિવાય રોજના 100 એસએમએસ પણ આપવામાં આવી રહ્યા છે. આ પ્લાન વિશે જણાવવામાં આવી રહ્યું છે કે આ Jioના 149 રૂપિયાના પ્લાનને ટક્કર આપવા ઉતારવામાં આવ્યો છે. Jioના 149 પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે, જ્યારે આ પ્લાનમાં યૂઝર્સને 1.5જીબી ડેટા કંપની આપી રહી છે. તેના સિવાય Jio યૂઝર્સને રોજનું અનલિમિટેડ કોલિંગની સાથે સાથે 100 એસએમએસ રોજના આપવામાં આવ્યા છે. જ્યારે, યૂઝર્સ Jio એપ મારફતે મળનાર તમામ સુવિધાઓ પણ મળશે.