આ ધમાકેદાર પ્લાન લૉંચ કરી એરટેલ જિયોની કમર તોડશે, જાણો પ્લાન વિશે - Sandesh
  • Home
  • Technology
  • આ ધમાકેદાર પ્લાન લૉંચ કરી એરટેલ જિયોની કમર તોડશે, જાણો પ્લાન વિશે

આ ધમાકેદાર પ્લાન લૉંચ કરી એરટેલ જિયોની કમર તોડશે, જાણો પ્લાન વિશે

 | 3:21 pm IST

રિલાયંસ જિયોને ટક્કર આપવા માટે ભારતી એરટેલ સતત પોતાના પ્રીપેડ ટેરિફમાં ફેરફાર કરે છે. હવે નવા પ્લાન હેઠળ એરટેલે જિયોને મજબૂત ટક્કર આપી છે. કંપનીએ 558 રૂપિયાનો પ્લાન લૉંચ કર્યો છે.

આ પ્લાન હેઠળ યૂઝર્સને દરરોજ 3જીબી ડેટા આપવામાં આવશે અને તેની વેલિડિટી 82 દિવસની છે. એટલે કે તમારે 558 રૂપિયામાં ટોટલ 246જીબી ડેટા મળી રહ્યો છે જે આ કિંમત પર ઈન્ડરસ્ટ્રીમાં બીજી ટેલીકૉમ કંપનીઓ સસ્તી છે.

એરટેલના આ નવા પેકમાં લોકલ અને એસટીડી અનલિમિટેડ વૉઈસ કોલિંગ અને દરરોજ 100 મેસેજનો સમાવશે થાય છે. રિલાયંસ જિયોના 509 રૂપિયાના પેકમાં દરરોજ 4જીબી 4જી ડેટા મળે છે, પરંતુ તેની વેલિડિટી માત્ર 28 દિવસની છે. વોડાફોન પણ આ પ્રકારનો પ્લાન લાવ્યું છે જે 569 રૂપિયાનો છે. આ પ્લાન હેઠળ 3જીબી ડેટા દરરોજ આપવામાં આવે છે અને તેની સાથે અનલિમિટેડ કોલિંગ પણ છે, પરંતુ દરરોજ માત્ર 250 ફ્રી મિનિટ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એરટેલે હાલમાં સૌથી સસ્તુ પેક પણ લૉંચ કર્યું છે જે માત્ર 149 રૂપિયાનું છે. આ પ્લાન પણ જિયોના આ સેગ્મેંટના પ્લાન ઉપર ભારે પડે છે. આ કંપનીના શરૂઆતી પ્રીપેડ પ્લાન કહેવામાં આવી શકે છે જે 149 રૂપિયાનો છે. તેના ભાગ રૂપે દરરોજ 2જીબી ડેટા આપવામાં આવશે. એટલે કે 149 રૂપિયામાં ટોટલ 56જીબી ડેટા આપવામાં આવશે.

રિલાયંસ જિયોના 149 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો અહીં તમને 149 રૂપિયામાં માત્ર 42જીબી ડેટા મળે છે, જ્યારે એરટેલ 56જીબી ડેટા આપી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાલ આ પેક પસંદગીના યૂઝર્સને આપવામાં આવી રહ્યું છે, પરંતુ આવનાર સમયમાં આ પ્લાનને તમામ સર્કલના યૂઝર્સ માટે લૉંચ કરવામાં આવશે.