airtel 599 rs prepaid plan with 4 lakh rs insurance cover
  • Home
  • Featured
  • આ ટેલિકોમ કંપનીએ લોન્ચ કર્યો પ્રીપેડ પ્લાન, અનલિમિટેડ કોલ્સ સાથે 4 લાખ રૂપિયાનો વીમો

આ ટેલિકોમ કંપનીએ લોન્ચ કર્યો પ્રીપેડ પ્લાન, અનલિમિટેડ કોલ્સ સાથે 4 લાખ રૂપિયાનો વીમો

 | 7:57 am IST

ટેલિકોમ કંપની ભારતી એરટેલે તેના યુઝર્સ માટે 599 રૂપિયાનો પ્રીપેડ પ્લાન રજૂઆત કર્યો છે. આ પ્લાનની માન્યતા 84 દિવસોની છે. આ પ્લાનમાં દરરોજ ડેટા, અનલિમિટેડ કોલ્સ અને એસએમએસની સુવિધા આપવામાં આવે છે. આ પ્લાનની સાથે 4 લાખ રૂપિયાનો વીમો પણ આપવામાં આવી રહ્યો છે.

આ પ્લાનને દિલ્હી-એનસીઆરના યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ પહેલા આ પ્લાનને તામિલનાડુ અને પાંડિચેરીમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રમાણે આ પ્લાનને ટૂંક સમયમાં ભારતના અન્ય સ્થળોએ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનિય છે કે આ માટે કંપનીએ Bharti AXA સાથે ભાગીદારી કરી છે.

કંપનીએ કહ્યું છે કે તે આ પ્લાન લેનારા 18-54 વર્ષના તમામ એરટેલ ગ્રાહકોને લાગુ પડશે. આ માટે કોઈ કાગળની કાર્યવાહી અથવા તબીબી તપાસ કરવામાં આવશે નહીં. જો ગ્રાહકો ઇચ્છતા હોય તો તેઓ તેમના ઘરે વીમાની નકલ માંગી શકે છે.

એરટેલે કહ્યું છે કે ભારતમાં વીમાની પહોંચ ખૂબ ઓછી છે, તેથી આ પ્લાન શરૂ કરવામાં આવી રહ્યો છે. વીમા સ્કીમમાં તેના ગ્રાહકોને એક વિશેષ પ્રીપેઇડ પ્લાન સાથે 4 લાખ રૂપિયા સુધીનું જીવન વીમા કવર આપશે.

એરટેલના નવા 599 રૂપિયાના પ્રીપેડ પ્લાન હેઠળ કંપની દરરોજ 2 જીબી ડેટા ગ્રાહકોને આપશે. આ યોજનામાં અનલિમિટેડ સ્થાનિક અને એસટીડી કૉલ્સ પણ છે. એરટેલે કહ્યું છે કે 599 રૂપિયાના આ પ્રીપેઇડ પ્લાનમાં 4 લાખ રૂપિયા સુધીનો વીમો પણ સામેલ કરવામાં આવશે. આ વીમા કવર ભારતી એક્સા જીવન વીમા Bharti AXA Life Insurance પાસેથી મળશે.

આ વીડિયો પણ જુઓ: એલર્ટ પર ગુજરાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન