આ કંપની આપે છે સૌથી સસ્તી કીમતનો 4જી સ્માર્ટફોન! - Sandesh
  • Home
  • Technology
  • આ કંપની આપે છે સૌથી સસ્તી કીમતનો 4જી સ્માર્ટફોન!

આ કંપની આપે છે સૌથી સસ્તી કીમતનો 4જી સ્માર્ટફોન!

 | 6:19 pm IST

ભારતી એરટેલે એમેઝોન ઇન્ડિયા સાથે ભાગીદારીમાં 3399 રૂપિયાની કિંમતના 4જી સ્માર્ટફોન ઓફર કરવાની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોન 2600 રૂપિયાના કેશબેક સાથે આવશે. આ કેશબેક ઓફર મર્યાદિત સમય માટે હશે.

ભાગીદારી હેઠળ એમેઝોન પર ઉપલબ્ધ પોપ્યુલર ડિવાઇસ બ્રાન્ડ જેવી કે સેમસંગ, વનપ્લેસ, શાઓમી, હોનર, એલજી, લેનોવો અને મોટો વગેરે જેવા 65થી વધુ 4જી સ્માર્ટફોન પર કુલ રૂ. 2,600નો કેશબેક આપશે. ગ્રાહકોને એરટેલથી 36 મહિનામાં રૂ. 2000નું કુલ કેશબેક મળશે. આ સિવાય વધારાના 600 રૂપિયાના કેશબેકનો લાભ એમેઝોન પર એરટેલનું 169 રૂપિયાનું રિચાર્જ કરી મેળવી શકાય છે.

– ગ્રાહકો તેમની પસંદગીનો એમેઝોન ઇન્ડિયા એક્સક્લુઝિવ 4G સ્માર્ટફોન ખરીદશે. કમ્ઝ્યુમર્સ ભાગીદારી હેઠળના સ્માર્ટફોનની લિસ્ટ amazon.in/airtelmps જોઈ શકે છે.
– પ્રથમ 18 મહિનામાં એરટેલમાં રૂ. 3500નું રિચાર્જ કરાવવું પડશે. આ પછી વપરાશકર્તાઓને 500 રૂપિયાનું પ્રથમ રિફંડ મળશે.
– આ પછી વપરાશકર્તાઓને 1500 રૂપિયાનો રિફંડ મળશે. આ રીતે રૂ. 2000નો કેશબેક ઉપલબ્ધ થશે.
– એમેઝોનથી વધારાના 600 રૂપિયાના કેશબેક માટે ગ્રાહકોએ amazon.in/hfc/mobileRechargeથી રૂ. 169ના 24 એરટેલ રિચાર્જ કરાવવા પડશે. ગ્રાહકોને એમેઝોન પે બેલેન્સના રૂપમાં 24 મહિના સુધી દર મહિને 25 રૂપિયા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન