airtel and vodafone idea users now enjoy unlimited voice calling in all plans
  • Home
  • Featured
  • Jioની મુશ્કેલી વધી, Airtel અને Vodafone-Ideaએ માર્યો માસ્ટર સ્ટ્રોક

Jioની મુશ્કેલી વધી, Airtel અને Vodafone-Ideaએ માર્યો માસ્ટર સ્ટ્રોક

 | 12:12 pm IST

પ્રાઇસ વોરના ચક્કરમાં ટેલિકોમ કંપનીઓમાં હરીફાઇ લાગી છે. જેમાં કોલ રેટના દરોમાં ભાવ વધારો થશે તેવા સમચારો ઘણા દિવસથી આવી રહ્યાં છે. જેમાં યુઝર્સ માટે નવા પ્લાન લાગુ થતાંની સાથે જ એરટેલ અને વોડાફોન-આઇડિયાએ મોટી રાહત આપી છે. હવે આ બંને કંપનીના વપરાશકારો પાસે અન્ય કોઈ નેટવર્ક પર કોલ કરવાની કોઈ મર્યાદા રહેશે નહીં, એટલે કે હવે વપરાશકર્તાઓ પહેલાની જેમ અમર્યાદિત વોઇસ કોલિંગનો આનંદ માણી શકશે.

આ બંને ટેલિકોમ કંપનીઓએ ત્રીજી હરીફ કંપની રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે તેમના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે. અગાઉ, આ બંને કંપનીઓએ જિયોના સોશ્યલ મીડિયા પર આઈયુસીનો હવાલો લેવાની મજાક ઉડાવી હતી. એરટેલે તેના વપરાશકર્તાઓ માટે ત્રણ નવા અનલિમિટેડ કોલિંગ પ્લાન પણ શરૂ કર્યા છે. તે જ સમયે, વોડાફોન-આઇડિયાએ તેના તમામ પ્રિપેઇડ પ્લાનથી મર્યાદાઓ દૂર કરી દીધી છે.

આ બંને કંપનીઓના આ માસ્ટર સ્ટ્રોક પછી, હવે એ જોવું રહ્યું કે, નિ:શુલ્ક લાભ આપવાના નામે ભારતીય બજારમાં પ્રવેશવા માટેની નવી ટેલિકોમ કંપની જિયો પોતાના વપરાશકર્તાઓને આ રાહત ક્યારે આપે છે.

તમામ ટેલિકોમ કંપનીઓએ એક મહિનાની વેલિડિટી પ્લાનમાં 1000 ઓફ-નેટ ફ્રી મિનિટની ઓફર કરી હતી. જ્યારે ત્રણ મહિનાની વેલિડિટીના પ્લાનમાં 3,000 ઓફ-નેટ ફ્રી મિનિટ અને એક વર્ષના પ્લાનમાં 12,000 ઓન-નેટ ફ્રી મિનિટની જાહેરાત કરી છે. કર્યું છે આ નવા પ્લાનના લોન્ચ થયા પછી, એરટેલ અને વોડાફોન આઇડિયાએ તેમના તમામ પ્લાનમાં અમર્યાદિત વોઇસ કોલિંગની ઓફર કરી છે. એટલે કે વપરાશકર્તાઓ હવે કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત વોઇસ કોલિંગનો આનંદ માણી શકશે.

આ વીડિયો પણ જુઓ: ગુજરાતને શર્મશાર કરતી વધુ એક ઘટના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન