Airtelનો આ પ્લાન Jioને આપશે જોરદાર ટક્કર, મળશે દરરોજ 3.5GB ડેટા - Sandesh
NIFTY 10,480.60 +21.95  |  SENSEX 34,192.65 +91.52  |  USD 65.2025 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Airtelનો આ પ્લાન Jioને આપશે જોરદાર ટક્કર, મળશે દરરોજ 3.5GB ડેટા

Airtelનો આ પ્લાન Jioને આપશે જોરદાર ટક્કર, મળશે દરરોજ 3.5GB ડેટા

 | 2:37 pm IST

અત્યારે ટેલિકોમ માર્કેટમાં જોરદાર ગરમાવો જોવા મળી રહ્યો છે. ટેલિકોમ કંપનીઓમાં ભારે કોમ્પિટીશન જોવા મળે છે. થોડા સમય પહેલા Airtelએ એક પ્લાન લોન્ચ કર્યો હતો. જે સીધી Jioને ટક્કર આપવા માટે સક્ષમ છે.

Jio સાથે સરખામણી કરવામાં આવે તો Jioના 799 રૂપિયા વાળા પેકમાં આપવામાં આવતા કુલ ડેટા કરતા એરટેલ 14GB ડેટા વધારે આપે છે. Jioના પેકમાં 28 દિવસ માટે દરરોજ 3જીબી ડેટા મળે છે. ગયા અઠવાડિયે Airtelએ 93 રૂપિયામાં દરરોજના GB ડેટા, અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલ વાળો પ્લાન લોન્ચ કર્યો હતો. આ પ્લાનની વેલિડિટી 10 દિવસની છે.

Jioને ટક્કર આપવા Airtelએ પોતાના પ્રીપેઈડ ગ્રાહકો માટે 799 રૂપિયા વાળા પ્લાનને અપડેટ કર્યો છે. હવે 799 રૂપિયાના પેકમાં ગ્રાહકોને દરરોજ 3.5GB ડેટા મળશે. આ સિવાય અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ વોઈસ કોલ તેમજ 100 લોકલ અને STD SMS પણ પ્રતિદિવસ મળશે. આ પેકની વેલિડિટી 28 દિવસની છે. આ પહેલા કંપની 799 રૂપિયા વાળા પેકમાં 3 GB ડેટા આપતી હતી.