એરટેલે જિઓને ટક્કર આપવા રજૂ કર્યો આ પ્લાન - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • એરટેલે જિઓને ટક્કર આપવા રજૂ કર્યો આ પ્લાન

એરટેલે જિઓને ટક્કર આપવા રજૂ કર્યો આ પ્લાન

 | 7:00 pm IST

ભારતીય બજારમાં  એરટેલે જિઓને ટક્કર આપવા માટે સાવ સસ્તો પ્લાન ઓફર કરી રહી છે. આ કંપની શરૂઆતીનો શરૂઆતી પ્રીપેડ પ્લાન કહી શકાય કે જે માત્ર 149 રૂપિયાનો છે. આ પ્લાન હેઠળ એરટેલ દ્વારા દરરોજ 2GB ડેટા આપવામાં આવશે. એટલે 149 રૂપિયામાં યૂઝર્સને કુલ 56 GB ડેટા આપવામાં આવશે.

ટેલીકોમ ટોકની રિપોર્ટ અનુસાર આ પેક અલગ અલગ સર્કલના યૂઝર્સને મળશે. આ પહેલા આ કિંમત પર  દરરોજ 1GB ડેટા જ મળતો હતો. ડેટાની સાથે યૂઝર્સને અનલિમિટેડ લોકલ અને નેશનલ વોઈસ કોલિંગ પણ આપવામાં આવશે. એ સિવાય દરરોજ 100 મેસેજ પણ આપવામાં આવશે.

રિલાયન્સ જીઓના 149 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તે તમને 149 રૂપિયામાં માત્ર 42GB ડેટા આપે છે. જ્યારે એરટેલ કથિત રીતે 56GB ડેટા આપી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલ આ પેક ખાસ પસંદગીના યૂઝર્સને જ આપવામાં આવી રહ્યો છે. પણ આવનારા સમયમાં તે તમામ વપરાશકારો માટે લાગૂ કરાશે.

એરટેલ અને જિયોના પ્લાનમાં એક ફરક એ પણ છે કે જિયો માત્ર 4 GB ડેટા આપે છે. જ્યારે એરટેલ નેટવર્ક ઉપલબ્ધતાના આધાર પર 2G, 3G અને 4G ડેટા આપે છે. હજી ભારતમાં અનેક જગ્યાઓ પર 4G નેટવર્ક નથી. તેથી એરટેલનો આ કથિત પ્લાન જિયો પર ભારે પડી શકે છે.