ભારતમાં ટેલીકોમ કંપની એરટેલ ટૂંક સમયમાં શરૂ કરશે 5G નેટવર્કન - Sandesh
NIFTY 10,570.55 -43.80  |  SENSEX 34,501.27 +-115.37  |  USD 66.8850 +0.51
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ભારતમાં ટેલીકોમ કંપની એરટેલ ટૂંક સમયમાં શરૂ કરશે 5G નેટવર્કન

ભારતમાં ટેલીકોમ કંપની એરટેલ ટૂંક સમયમાં શરૂ કરશે 5G નેટવર્કન

 | 4:52 pm IST

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલએ આજે 5G સર્વિસની ટ્રાયલની જાહેરાત કરી છે. કંપનીએ તેના માટે ચીનની વેન્ડર Huawei સાથે કરાર કર્યો છે. એરટેલએ Huaweiની સાથે ભાગીદારી કરીને ગુડગાંવ માનેસરમાં ભારતનું પહેલું 5G એક્સપીરિયન્સ સેન્ટર બનાવ્યું છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 5G ઓપરેશનની શરૂઆત ભારતમાં 3.5ગીગાહટ્રર્જ બેન્ડ અને 5G કોર અને 50GE નેટવર્ક રાઉટર પર કરી છે. આ દરમિયાન કંપની વધારેમાં વધારે 3જીબીપીએસ સુધીની ટેડા સ્પીડ મેળવવામાં સફળ રહી છે. 5G નાં આ સેટઅપમાં હાઈ સ્પીડ ડેટા આપવામાં આવશે જે આઈઓટી, એઆર અને વીઆર જેવી સર્વિસને સરળ કરવામાં મદદ કરશે. 5G આવ્યા પછી ઓનલાઈન કામગીરી કરવામાં સરળતા રહેશે.