airtel-launches-new-affordable-all-in-one-packs
  • Home
  • Technology
  • Airtel લૉન્ચ કર્યા ત્રણ “ઓલ ઈન વન” પ્લાન કિંમત ફક્ત 35થી શરૂ

Airtel લૉન્ચ કર્યા ત્રણ “ઓલ ઈન વન” પ્લાન કિંમત ફક્ત 35થી શરૂ

 | 4:39 pm IST

ટેલીકોમ ઓપરેટર એરટેલે ભારતમાં પોતાના પ્રીપેડ ગ્રાહકોમાટે ત્રણ નવા પ્લાન લૉન્ચ કર્યા છે. કંપનીનો દાવો છે કે આ પ્લાન ગ્રાહકોના ફીડબેક અને ખુબ રિસર્ચ પછી કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં ટોક ટાઈમ, ટૈરિફ અને ડેટા બધુજ ફક્ત એક સિંગલ પેકમાં મળી જશે. Airtelના આ નવા પ્લાનની કિંમત 100ની અંદર રાખવામાં આવી છે. આ પ્લાનમાં ડેટા સિવાય અનલિમિટેડ કોલિંગ, મફત નેશનલ રોમિંગ અને ફ્રી મેસેજ મળી રહ્યા છે. આવનારા કેટલાક દિવસોમાં આ પ્લાન સમગ્ર દેશમાં લાગુ કરાશે.

35 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનમાં 26.66 રૂપિયાનો ટોક ટાઇમ મળશે. લોકલ, એસટીડી અને લેન્ડલાઈન કોલ માટે 1 પૈસા પ્રતિ સેકન્ડના દરે ચાર્જ થશે. આ પેકમાં 100 એમબી ડેટા મળશે. 28 દિવસની
વેલિડિટી મળશે.

65 રૂપિયાવાળો પ્લાન
28 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં 65 રૂપિયાનો ટોક ટાઇમ મળશે. લોકલ, એસટીડી અને લેન્ડલાઈન કોલ માટે 1 પૈસા પ્રતિ સેકન્ડના દરે ચાર્જ થશે.આ પેકમાં 200 એમબી ડેટા
મળશે.

95 રૂપિયાવાળો પ્લાન
28 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં 95 રૂપિયાનો ટોક ટાઇમ મળશે.લોકલ, એસટીડી અને લેન્ડલાઈન કોલ માટે 1 પૈસા પ્રતિ સેકન્ડના દરે ચાર્જ થશે.આ પેકમાં 500 એમબી ડેટા
મળશે.