Bharti Airtel looks to raise $1 billion in overseas loans, says report
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જીયોને ટક્કર આપવા તૈયાર થઇ રહી છે એરટેલ, જાણો શું છે ખાસ…???

જીયોને ટક્કર આપવા તૈયાર થઇ રહી છે એરટેલ, જાણો શું છે ખાસ…???

 | 3:07 pm IST

ભારતીય ટેલીકોમ માર્કેટમાં રિલાઈન્સ જીયોની 4Gમાં એન્ટ્રીથી એરટેલ સહીત બધા ટેલીકોમ દિગ્ગજોને ટક્કર આપી છે. આ ટક્કરને ધ્યાનમાં રાખતા બીજા અને ત્રીજા નંબર પર રહેલા દિગ્ગજ વોડાફોન અને આઈડિયાએ મર્જની દિશામાં પગલા ભર્યા હતા, અને હાલમાં એરટેલે પણ 4G નેટવર્કમાં રિલાઈન્સની ટક્કરનો સામનો કરવા માટે લગભગ 7000 કરોડ રૂપિયાનું વિદેશી નાણું લેવા માટે પહલ કરી છે.

સુત્રોના અનુસાર સુનીલ મિત્તલના અગ્રણીમાં એરટેલને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સથી એકથી બે મહિનાની અંદર 1 અરબ ડોલર (6,900 કરોડ રૂપિયા)નું દેવું લેવાની વાતચીત શરૂ કરી છે. સુત્રોના અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે ઓગસ્ટ મહિના દરમિયાન એરટેલ પોતાના 4G નેટવર્કમાં સુધારો કરવા માટે દેવું કરવામાં સફળ થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટેલીકોમ માર્કેટમાં રિલાઈન્સ જીયોની એન્ટ્રી પછી શરૂ થયેલા આ યુદ્ધમાં 5-6 ઇન્વેસ્ટમેન્ટ બેન્કર એરટેલને દેવું આપવા નિર્ણય લઇ શકે છે. આ સિવાય વોડાફોન અને આઈડિયા આ ટક્કર વચ્ચે પોતાની દાવેદારીને મજબૂત કરવા માટે મર્જરની સાથે નેટવર્કને જોરદાર કરવા માટે વિદેશી નાણાનો સહારો લઇ શકે છે.

ખાસ વાત એ છે કે એરટેલ અને વોડાફોન-આઈડિયાથી મળનારી આ ટક્કર માટે રિલાઈન્સ જીયો પણ પોતાના ખજાનાને મજબૂત કરવાની તૈયારી કરી રહી છે. હાલમાં ઘરેલું કોર્પોરેટ બોન્ડ દ્વારા 2,500 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે રિલાઈન્સ જીયોએ કોરિયાઈ ક્રેડિટ માર્કેટમાં 6,800 કરોડ રૂપિયા એકત્ર કરવાની પહલ કરી છે. આ સિવાય જીયોએ હાલમાં જાપાનની બેંકોથી સિન્ડિકેટ સમુરાઈ લોન અંતર્ગત 50 કરોડ ડોલર એકત્ર કર્યા છે.