એરટેલે 1399 રૂપિયામાં લોન્ચ કર્યો 4G સ્માર્ટફોન, 2 દિવસ બાદ ખરીદી શકશો – Sandesh
NIFTY 10,393.40 +15.00  |  SENSEX 33,839.59 +64.93  |  USD 64.5400 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • એરટેલે 1399 રૂપિયામાં લોન્ચ કર્યો 4G સ્માર્ટફોન, 2 દિવસ બાદ ખરીદી શકશો

એરટેલે 1399 રૂપિયામાં લોન્ચ કર્યો 4G સ્માર્ટફોન, 2 દિવસ બાદ ખરીદી શકશો

 | 4:23 pm IST

બુધવારે એરટેલે મોબાઈલ મેન્યૂફેક્ચર કંપની કાર્બન સાથે મળીને પોતાનો 4G સ્માર્ટફોન Karbonn A40 લોન્ચ કરી દીધો છે. ફોનની કિંમત 2499 રૂપિયા છે, પરંતુ આને 2899 રૂપિયામાં વેચવામાં આવશે. કેટલીક કંડીશન સાથે આને 150 રૂપિયા કસ્ટમરને રિફંડ કરી દેવામાં આવેશે. આ રીતે તેમને આ ફોન 1399 રૂપિયામાં પડશે.

આ ફોન ખરીદવા માટે કંપનીએ કોઈ જ ધારાધોરણ બનાવવામાં આવ્યા નથી, માત્ર રિફંડ આપવા માટે કેટલાક નિયમો રજૂ કર્યાં છે.

– ફોન ખરીદવા માટે પહેલા 2899 રૂપિયા ડિપોઝીટ કરવા પડશે
– ફોન ખરીદ્યા બાદ 18 મહિના બાદ કસ્ટમરને 500 અને 36 મહિના બાદ 1000 રૂપિયા રિફંડ કરવામાં આવશે. આમ ટોટલ 1500 રૂપિયા રિફંડ થશે.
– આ ફોનમાં દર મહિને 169 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. આમાં યૂઝર્સને પ્રતિદિવસના 500એમબી ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલિંગ મળશે.
– ફોનની બુકિંગ શુક્રવાર (13 ઓક્ટોબર)થી શરૂ થશે. દેશભરની કાર્બન કંપનીના આઉટલેટ્સથી તમે આ ફોન ખરીદી શકો છો.
– આ ફોન ખરીદવા માટે કોઈ પ્રી-બુકિંગ કરવાની જરૂરત નથી. નોર્મલ ફોનની જેમ આ ફોનને પણ તમે સ્ટોરથી જઈને ખરીદી શકો છો.
– આ ફોનમાં એરટેલ ઉપરાંત બીજા નેટવર્ક સિમ પણ સપોર્ટ કરશે. આમાં નેટવર્ક લોક કરવામાં આવ્યું નથી. આ ડ્યુઅલ સિમ ફોન છે.