Airtel prepaid plans hike from 26 November
  • Home
  • Business
  • એરટેલ: આ પ્લાનમાં નવેમ્બર 2022 સુધી વધારાનો એક રૂપિયો ખર્ચવો નહીં પડે

એરટેલ: આ પ્લાનમાં નવેમ્બર 2022 સુધી વધારાનો એક રૂપિયો ખર્ચવો નહીં પડે

 | 9:25 am IST
  • Share

  • એરટેલ પ્રીપેડ પ્લાન્સથી રીચાર્જ કરાવાની આજે ખાસ તક

  • 26 નવેમ્બરથી એરટેલ પ્લાન્સ મોંઘા થઇ રહ્યા છે

25 નવેમ્બર સુધી તમારી પાસે જૂના રેટ્સ પર એરટેલ પ્રીપેડ પ્લાન્સથી રીચાર્જ કરાવાની તક છે. અમે આજે તમને કેટલાંક એન્યુઅલ પ્લાન્સ અંગે જણાવા જઇ રહ્યા છીએ તેને તમે રિચાર્જ કરાવી આવતા વર્ષે નવેમ્બર સુધી તેની વેલિડિટી મેળવી શકો છો.

જો તમે એરટેલ યુઝર છો તો તમે અત્યાર સુધી એ તો જાણી જ ચૂકયા હશો કે 26 નવેમ્બરથી એરટેલ પ્લાન્સ જે છે તે મોંઘા થઇ રહ્યા છે. પરંતુ આજે અમે તમને કેટલાંક એવા એરટેલ એન્યુઅલ પ્લાન્સ અંગે બતાવા જઇ રહ્યા છીએ જેને તમે આજે જૂના રેટ પર ખરીદી આવતા એક વર્ષ સુધી જૂના રેટ પર જ સર્વિસીસનો લાભ ઉઠાવી શકો છો. એરટેલનો એક વાર્ષિક પ્લાન તો પૂરા 500 રૂપિયા મોંઘો થવાનો છે આથી હજુ પણ તમારી પાસે તક છે. આવો અમે તમને આ પ્લાન્સ અંગે વિસ્તારથી માહિતી આપીએ.

આ Airtel Recharge Plan ને અત્યારે રીચાર્જ કરાવો છો તો તમને ફાયદો એ થશે કે 365 દિવસની વેલિડિટી મળશે એટલે કે આવતા એક વર્ષ સુધી જૂના રેટ પર જ તમે બેનિફિટ્સ એન્જોય કરી શકશો. પરંતુ જો તમે 25 નવેમ્બર બાદ એટલે કે 26મીએ રિચાર્જ કરાવો છો તો આ પ્લાનથી તમને 365 દિવસની વેલિડિટી તો મળી જશે પરંતુ ત્યારે તમારે આ પ્લાન માટે 2999 રૂપિયા એટલે કે પૂરા 500 રૂપિયા ખર્ચ કરવા પડશે.

365 દિવસની વેલિડિટી સિવાય આ પ્લાન યુઝર્સને દરરોજ 2 જીબી ડેટાની સાથે કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપે છે. અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો આ પ્લાનની સાથે 3 મહિના માટે Apollo 24/7, Amazon Prime Video મોબાઇલ એડિશન, FasTag પર 100 રૂપિયાનું કેશબેક, Shaw Academyનો આ ફ્રી ઓનલાઇન કોર્સ, ફ્રી હેલોટ્યુન અને વિંક મ્યુઝિકનો ફ્રી એક્સેસ અપાય છે.

Airtel 1498 Planની ડિટેલ્સ
કંપનીનો આ સૌથી સસ્તો 365 દિવસનો વેલિડિટીવાળો પ્લાન છે જે 25 નવેમ્બર સુધીમાં તો તમને આ રેટ પર મળી જશે પરંતુ 26મી નવેમ્બરના રોજ રિચાર્જ કરાવો છો તો તમારે આ પ્લાન માટે 1799 રૂપિયા ખર્ચ કરવા પડશે એટલે કે પૂરા 301 રૂપિયાનો એકસ્ટ્રા ખર્ચ તમારા ઉપર પડશે.

25 નવેમ્બર સુધીમાં જો તમે આ પ્લાનથી રિચાર્જ કરી લો છો તો આવતા વર્ષે નવેમ્બર સુધીમાં જે પણ ડેટનું તમે રિચાર્જ કરાવો છો 25 નવેમ્બર પહેલાં તમને ત્યાં સુધી જૂના રેટ પર જ સુવિધા મળશે. આ Airtel Plan ની સાથે તમને 24GB ડેટાની સાથે કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 3600 એસએમએસ મળશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો