airtel launched new prepaid plan in india
  • Home
  • Featured
  • Airtelએ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન, માત્ર 168 રૂપિયામાં મળશે 35GB ડેટા

Airtelએ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન, માત્ર 168 રૂપિયામાં મળશે 35GB ડેટા

 | 7:03 pm IST

Airtel એક નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ આ પ્લાનની કિંમત 195 રૂપિયા રાખી છે. આ નવા પ્લાનમાં ગ્રાહકોને પ્રતિદિવસ 1.25GB 2G/3G/4G ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલની સુવિધા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની હશે. આમ યૂઝર્સને કુલ 35GB ડેટા મળશે.

જોકે હાલમાં આ પ્લાનમા SMSના ફાયદાઓનો સમાવેશ નહી થાય અને આ પ્લાનને અમુક જ વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. હાલમાં તે સ્પષ્ટ નથી કે, કંપની આ પ્લાનને દેશભરમાં લોન્ચ કરે છે કે નહી.

તે ઉપરાંત તમને જણાવી દઈએ કે, ટેલીકોમ સેક્ટરમાં વધી રહેલી પ્રતિસ્પર્ધા વચ્ચે એરટેલે તેમના 168 રૂપિયાવાળા આ પ્રિપેડને પાછલા અઠવાડિયે જ રિલોન્ચ કર્યો છે.

નવા લોન્ચ કરેલા પ્લાનમાં હવે પ્રતિ-દિવસ 1GB 2G/3G/4G ડેટા, 100SMS અને લોકલ, એસટીડી અને રોમિંગમાં અનલિમિટેડ કોલિંગનાં ફાયદાઓ ગ્રાહકોને આપવામા આવશે.

આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. ટેલીકોમટોકના રિપોર્ટ અનુસાર આ પ્લાનમાં એરટેલ તરફથી કોલર ટ્યુન્સની ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

પહેલા આ પ્લાનની વેલિડિટી માત્ર 20 દિવસની જ હતી. આ પ્લાનને હજું સુધી ગુજરાતમાં લોન્ચ કરવામાં આવ્યો નથી પરંતુ એવી આશા રાખવામા આવી રહી છે કે, ટૂંક સમયમાં જ ગુજરાતમાં આ પ્લાનને લોન્ચ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન