Airtel લાવ્યું 99 રૂપિયાનો પ્લાન, જિયોથી ઓછી કિંમતમાં મળી રહી છે આવી સુવિધાઓ - Sandesh
  • Home
  • Technology
  • Airtel લાવ્યું 99 રૂપિયાનો પ્લાન, જિયોથી ઓછી કિંમતમાં મળી રહી છે આવી સુવિધાઓ

Airtel લાવ્યું 99 રૂપિયાનો પ્લાન, જિયોથી ઓછી કિંમતમાં મળી રહી છે આવી સુવિધાઓ

 | 4:46 pm IST

એરટેલે જિયોને ટક્કર આપવા માટે એન્ટ્રી લેવલના પ્લાનમાં ફેરફાર કર્યો છે. કંપનીએ પોતાના 99 રૂપિયાના પ્લાનને રિવાઈજ કર્યો છે. એરટેલે 99 રૂપિયાના પ્લાનમાં યૂઝરને 2 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે.

રિલાયંસ જિયોના ડબલ ધમાકા ઓફર બાદ આશા સેવવામાં આવી રહી હતી કે એરટેલ કોઈ નવી ઓફર જાહેર કરશે, પરંતુ કંપનીએ પોતાના એન્ટ્રી પ્લાનને રિવાઈઝ કર્યો છે. એરટેલે 99 રૂપિયાના પ્રીપેડ પ્લાનને રિવાઈઝ કર્યો છે, જેનાથી કંપની જિયોના 98 રૂપિયાવાળા પ્લાનને ટક્કર આપી શકે. આ પ્લાનામાં એરટેલ 1 જીબી ડેટાના સ્થાને 2 જીબી ડેટા આપશે, સાથે સાથે આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 એસએમએસ પણ આપશે.

આ પ્લાન 28 દિવસોની વૈધતાની સાથે આવે છે. જ્યારે જિયોના 98 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝરને અનલિમિટેડ કોલિંગ, 2જીબી 4જી ડેટા અને 300 એસએમએસ 28 દિવસો માટે આપી રહ્યું છે, આ પ્લાન મારફતે એરટેલે જિયોને માત આપવાનો પ્રયત્ન કર્યો છે. જિયોના પ્લાનમાં માત્ર 300 એસએમએસ ફ્રી મળી રહ્યા હતા, જ્યારે 28 દિવસની વેલિડિટીમાં એરટેલ દરરોજ 100 ફ્રી એસએમએસ આપી રહી છે. તેના સિવાય બન્ને કંપનીઓ બરાબર સુવિધા આપી રહી છે. જિયોની જેમ એરટેલના નેટવર્ક ઉપર પણ કોઈ એફયૂપી લિમિટ મળી રહી નથી.