Technology: airtel shutting down 3g service in kerala
  • Home
  • Featured
  • Jio ને ટક્કર આપવા આ ટેલિકોમ કંપનીએ કરી એવી જાહેરાત, કે યુઝર્સને થયો જોરદાર લાભ

Jio ને ટક્કર આપવા આ ટેલિકોમ કંપનીએ કરી એવી જાહેરાત, કે યુઝર્સને થયો જોરદાર લાભ

 | 4:08 pm IST

દેશની જાણીતી દૂરસંચાર કંપની ભારતી એરટેલએ કોલકાતા અને અન્ય ટેલીકોમ સર્કલ્સ પછી હવે કેરલમાં પણ 3G સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ રાજ્યના લોકો હવે Airtelની 3G સર્વિસ એક્સેસ કરી શકશે નહી. તેમ છતાં, યુઝર્સને કોઈ નુકસાન થશે નહી. જેમાં હવે યુઝર્સ પહેલા કરતા વધુ સ્પિડથી ઇન્ટરનેટ એક્સેસ કરી શકશે.

ઉલ્લેખનિય છે કે Airtel હવે ધીમે-ધીમે તેની 3જી સેવાને બંધ કરીને તેને 4જી સેવામાં અપગ્રેડ કરે છે. કંપનીએ 3જી સ્પેક્ટ્રમને રિફોર્મ કરી 4G નેટવર્કમાં બદલાવનો નિર્ણય લીધો છે. તેની સાથે કંપની હવે તમામ ટેલિકોમ સર્કલમાં યુઝર્સને 4G VoLTE સર્વિસ ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરી રહી છે. જેથી કંપની રિલાયન્સ જિયોને ઇન્ટરનેટ સ્પિડ મામલે પડકારી શકે.

ઉલ્લેખનિય છે કે આ સમયે Reliance Jio એક માત્ર એવી કંપની છે જે તેના બધા ટેલિકોમ સર્કલમાં 4G VoLTE સર્વિસ ગ્રાહકોને આપી રહી છે. Jio 4G VoLTE ની પકડ દેશના 95 ટકા ટેલિકોમ સર્કલમાં છે. તેવામાં અન્ય ટેલીકોમ કંપનીઓ પણ પોતાના નેટવર્કને અપગ્રેડ કરવા પર પ્રયત્નો કરી રહી છે.

તેની સાથે, સ્પેક્ટ્રમ ફ્રી થવાનાં કારણે તેઓ 5જી સર્વિસ પણ ટેસ્ટ કરી શકે છે. એરટેલ તેના એલટીઇ 900 એટલે કે ​​900 મેગાહર્ટઝ બેન્ડ વાળા 4જી નેટવર્કને કેરલ ટેલીકોમ સર્કલમાં ડીપ્લાય કરી દિધી છે. કંપની આ નેટવર્કને જલદી જ દેશના બધા ટેલિકોમ સર્કલમાં ડીપ્લોય કરી દેશે.

આ વીડિયો પણ જુઓઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બાબા રામદેવનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન