airtel launch new plan, will not give free incoming call facility to its users
  • Home
  • Technology
  • એરટેલઃ હવે ફ્રીમાં નહિં મળે ઈનકમિંગ કોલ, કરાવવું પડશે રિચાર્જ

એરટેલઃ હવે ફ્રીમાં નહિં મળે ઈનકમિંગ કોલ, કરાવવું પડશે રિચાર્જ

 | 7:59 pm IST

માર્કેટમાં અગ્રીમ સ્થાન ધરાવતી મોબાઈલ સેવા આપતી કંપની એરટેલે એવી જાહેરાત કરી છે કે તેના ગ્રાહકોને ઈનકમિંગ કોલ સુવિધા ફ્રીમાં નહિં મળે. તેણે તે માટે રિચાર્જ કરાવવું પડશે. માર્કેટની જો વાત કરીએ તો રિલાયન્સ જિઓના આવ્યા બાદ ટેલિકોમ કંપનીઓને પોતાના એવેરેજ રેવન્યુ પર યૂઝર(ARPU)માં નકસાન થઈ રહ્યું હતું. ગ્રાહકો જીઓ સિવાય પોતાના અન્ય નેટવર્કમાં રિચાર્જ નહોતા કરાવતા અને એ ફોન માત્ર ઈનકમિંગ સેવા માટે ચાલુ રાખતા હતા. જો કે કંપનીઓએ આ સ્થિતિમાંથી ઉભરવા માટે કેટલાંક મહિનામાં મિનિમમ રિચાર્જ પ્લાન રજૂ કર્યા હતા. આમછતાં કંપનીઓની સ્થિતિ ખાસ્તા થતી જતી હતી. જેને પગલે એરટેલે હવે એવી જાહેરાત કરી છે કે ઈનકમિંગ સુવિધા ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં નહિં આવે. દર મહિને ચોકક્સ રકમનું રિચાર્જ કરાવવાનું રહેશે.

જો મિનિમમ બેલેન્સ નહિં કરાવવામાં આવે તો ઈનકમિંગ સુવિધા બંધ થઈ શકે છે. કંપનીઓ પોતાના આવા યુઝર્સને મેસેજ મોકલીને રિચાર્જ કરાવવા જણાવી રહી છે. જો કે પહેલાં એરટેલ, વોડાફોન અને આઈડિયાએ 32 રૂપિયા, 65 રૂપિયા અને 95 રૂપિયાના રિચાર્જ રજૂ કર્યા હતા. પણ હવે એરટેલે પોતાના ગ્રાહકો માટે મિનિમમ રિચાર્જ રૂપિયા 23નો પ્લાન રજૂ  કર્યો છે. એરટેલે આ પ્લાનને સ્માર્ટ રિચાર્જ નામ આપ્યું છે. આ પ્લાનની વેલીડીટી 28 દિવસની હોય છે. આમાં લોકલ અને એસટીડી કોલિંગ માટે 2.5 પૈસા પ્રતિ સેકન્ડ ચાર્જ આપવાનો રહેશે. લોકલ એસએમએસ માટે 1 રૂપિયો અને નેશનલ એસએમએસ માટે 1.5 રૂપિયા ચાર્જ લાગે છે. આ ઉપરાંત આ પ્લાનમાં ડે઼ટા જેવી કોઈ પણ સુવિધા મળતી નથી.

એરટેલના સ્માર્ટ રિચાર્જ પેક્સમાં 25 રૂપિયાથી લઈને 245 રૂપિયા સુધીના રિચાર્જ પેક્સ શામેલ છે. 25 રૂપિયામાં ગ્રાહકોને 18.89 રૂપિયાનો ટોકટાઈમ મળે છે. 28 દિવસ દરમિયાન આ પ્લાન હેઠળ તમમે 10 એમબી ડેટા પાવરી શકો છો. આ ઉપરાંત 35 રૂપિયાવાળો પ્લાન પણ છે. જેમાં 26.60 રૂપિયા બેલેન્સ અને 100 એમબી ડેટા મળે છે.

આ ઉપરાંત 65,95 145 અને 245 વાળા પ્લાન પણ છે. 245 રૂપિયા વાળા પ્લાનમાં ફૂલ ટોક ટાઈમ અને 2 જીબી ડેટા મળે છે.

ઉલ્લેખનિય છે કે બજાર કેપ માટે સેલ્યુલર કંપનીઓમાં વધેલી હોડને કારણે  વધતી જતી ખોટ સામે સરકારે નારાજગી વ્યક્ત કરતાં એવી ટકોર કરી હતી કે આ કંપનીઓએ સ્પર્ધામાં ટકી રહેવા ઉત્તરોત્તર ભાવ ઘટાડા અને ખોટ કરવાને બદલે હવે સેલ્યુલર કંપનીઓએ કિંમતમાં વ્યાજબી વધારો કરવો જોઈએ. જેને પગલે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે હવે મોબાઈલ સેવા મોંઘી થશે. હાલ તો એરટેલે આ પ્રકારની જાહેરાત કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન