આ બોલિવૂડ એક્ટ્રેસ ગૂપચૂપ કરી લીધા લગ્ન, ફોટો શેર કર્યા ત્યારે ખબર પડી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ બોલિવૂડ એક્ટ્રેસ ગૂપચૂપ કરી લીધા લગ્ન, ફોટો શેર કર્યા ત્યારે ખબર પડી

આ બોલિવૂડ એક્ટ્રેસ ગૂપચૂપ કરી લીધા લગ્ન, ફોટો શેર કર્યા ત્યારે ખબર પડી

 | 4:05 pm IST

કાઈપો છે અને આયેશા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ અમૃતા પૂરીએ શનિવારે લગ્ન કરી લીધા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, અમૃતાએ પોતાના લોંગટાઈમ બોયફ્રેન્ડ ઈમરુન શેઠી સાથે બેંગકોકમાં સાત ફેરા લીધા છે. 2010માં સોનમ કપૂર સાથે આયેશા ફિલ્મથી તેણે બોલિવુડમા ડેબ્યુ કર્યું હતું. બાદમાં તે કાઈપો છે ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતની બહેનના રોલમાં જોવા મળી હતી.

અમૃતાનો પતિ ઈમરુન શેઠી હોટેલિયર છે. ઈમરુન અને અમૃતા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અમૃતાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે બ્લ્યૂ લહેંગો પહેરીને મહેંદી લગાવતી દેખાઈ રહી છે. આ લગ્નમાં અમૃતાની ખાસ કેટલીક બોલિવુડ સેલિબ્રિટીઝ પણ આવી હતી.