Aishwarya and Aaradhya spotted at Airport for Cannes 2019
  • Home
  • Featured
  • Cannes 2019 માટે દીકરી આરાધ્યા સાથે રવાના થઈ ઐશ્વર્યા, એરપોર્ટ પર જ આપ્યા સંકેત

Cannes 2019 માટે દીકરી આરાધ્યા સાથે રવાના થઈ ઐશ્વર્યા, એરપોર્ટ પર જ આપ્યા સંકેત

 | 2:14 pm IST

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ચર્ચા થતી હોય અને ઐશ્વર્યા રાયનું નામ ન આવે એવું થવું મુશ્કેલ છે. ઐશ્વર્યા દર વખતે કાન્સની રોનક હોય છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યારે પણ ઐશ્વર્યા રાય બચ્ચન જાય છે તો તેના સૌંદર્યથી લોકોનું દિલ જીતી લે છે. ફેશન અને સાદગી સાથે રેડ કારપેટ પર ઐશ્વર્યાનું લુક હંમેશા ચર્ચામાં રહે છે. જ્યારે હવે કાન્સ 2019 માટે પણ ઐશ્વર્યા સંપૂર્ણ રીતે તૈયાર છે અને મુંબઈથી ઈવેન્ટ માટે નીકળી ગઈ છે.

શનિવારે રાતે ઐશ્વર્યા રાયને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી. એક્ટ્રેસ દીકરી આરાધ્યા સાથે નજરે આવી. તમને જણાવી દઈએ કે ગત વર્ષે પણ ઐશ્વર્યા દીકરી સાથે પહોંચી હતી. મા-દીકરીની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ છે. એરપોર્ટ પર ઐશ્વર્યાનો સ્ટાઇલિશ લુક નજરે આવ્યો. તેની સાથે આરાઘ્યા પણ કૂલ અંદાજમાં નજરે આવી. બન્નેની બોન્ડિંગ એકવાર ફરી કાન્સમાં દેખાશે. ઐશ્વર્યાને કાન્સ માટે રવાના કરવા માટે એરપોર્ટ સુધી પતિ અભિષેક બચ્ચન આવ્યો હતો જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ દરમિયાન તેઓ કારની અંદર બેઠો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન