Aishwarya Daughter Of Shivakumar Appears To ED For Inquiry
  • Home
  • Featured
  • કૉંગ્રેસ નેતાની આ 22 વર્ષની છોકરીનું નામ આવ્યું મની લૉન્ડ્રિંગમાં, આટલા કરોડની છે સંપત્તિ

કૉંગ્રેસ નેતાની આ 22 વર્ષની છોકરીનું નામ આવ્યું મની લૉન્ડ્રિંગમાં, આટલા કરોડની છે સંપત્તિ

 | 10:51 pm IST

કર્ણાટકનાં પૂર્વ મંત્રી અને કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારની મુશ્કેલીઓ વધી રહી છે. શિવકુમાર બાદ તેમની અબજોપતિ દીકરી ઐશ્વર્યા મની લૉન્ડ્રિંગ મામલે પુછપરછ માટે ઈડીની સામે હાજર થઇ. ઐશ્વર્યા સવારે લગભગ 10.40 વાગ્યે ઈડીનાં કાર્યાલય પહોંચી હતી. આ દરમિયાન ડીકે શિવકુમારને પણ ગુરૂવારનાં ઈડી કાર્યાલયમાં લાવવામાં આવ્યા હતા.

5 વર્ષમાં જ 1 કરોડથી 100 કરોડ પાર પહોંચી ઐશ્વર્યાની સંપત્તિ

જાણકારી પ્રમાણે ડીકે શિવકુમારે પોતાની દીકરીનાં નામે કરોડોની સંપત્તિઓમાં રોકાણ કર્યું છે, જેને લઇને ઇડીએ પુછપરછ માટે ઐશ્વર્યાને બોલાવી હતી. 2018ની ચૂંટણીમાં શિવકુમારે પોતાના સોગંદનામામાં દીકરીનાં નામ પર 108 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી, જ્યારે 2013નાં સોગંદનામામાં તેમની દીકરીનાં નામે ફક્ત 1.1 કરોડ જ સંપત્તિ હતી. એટલે કે 5 વર્ષો દરમિયાન તેની સંપત્તી 100 કરોડ પાર પહોંચી ગઈ છે.

ઐશ્વર્યા સિંગાપુરમાં કૉફી ડે અને સોલ સ્પેસની વચ્ચે થયેલા સોદામાં પણ ભાગીદાર

શિવકુમારની દીકરી ઐશ્વર્યા 22 વર્ષની છે અને તે મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છે. ઐશ્વર્યા શિવકુમાર દ્વારા સ્થાપિત એજ્યુકેશનલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી અને પ્રમુખ વ્યક્તિઓમાંથી એક છે. આ ટ્રસ્ટ અનેક કૉલેજો અને એન્જિનિયરિંગનું સંચાલન કરે છે. ઐશ્વર્યા 2017માં સિંગાપુરમાં કૉફી ડે અને સોલ સ્પેસની વચ્ચે થયેલા સોદામાં પણ ભાગીદાર હતી. આ કારણે ઈડી તેની સાથે પુછપરછ કરવા ઇચ્છતી હતી. ઈડીનાં અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે ઐશ્વર્યાની સંપત્તિ 1 કરોડથી 100 કરોડ કઈ રીતે થઈ ગઈ.

આ વિડીયો પણ જુઓ: ભારતમાં પ્લાસ્ટિક કચરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન