ઐશ્વર્યા રાયનાં અંગત જીવનમાં વધી મુશ્કેલીઓ, બચ્ચન પરિવાર નારાજ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઐશ્વર્યા રાયનાં અંગત જીવનમાં વધી મુશ્કેલીઓ, બચ્ચન પરિવાર નારાજ

ઐશ્વર્યા રાયનાં અંગત જીવનમાં વધી મુશ્કેલીઓ, બચ્ચન પરિવાર નારાજ

 | 10:34 am IST

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના કરિયરની આ ઇનિંગ્સમાં જોરદાર પ્રયોગો કરી રહી છે. તે એવી ભૂમિકાઓ ભજવી રહી છે, જે તેણે પહેલા ક્યારેય કરી નથી. આ જ લીસ્ટમાં તેની અપકમિંગ ફિલ્મ ‘યે દિલ હૈ મુશ્કિલ’ છે. પરંતુ આ ફિલ્મનાં કરાણે ઐશ્વર્યાનાં અંગત જીવનમાં કેટલીક મુશ્કેલીઓ ઉભી થઇ ગઇ છે. જેનું કારણ ઐશ્વર્યા અને રણબીર વચ્ચે ફિલ્મમાં ભજવવામા આવેલા ઈન્ટીમેટ દ્રશ્યોને બતાવામાં આવી રહ્યાં છે. કરણ જોહર નિર્દેશિત આ ફિલ્મમાં ઐશ્વર્યાની સાથે રણબીર કપૂર છે. જ્યારે અનુષ્કા શર્મા પણ આ ફિલ્મમાં એક મુખ્ય ભૂમિકા કરતી જોવા મળશે.

સૂત્રો અનુસાર, બચ્ચન પરિવાર આ ફિલ્મમાં ઐશ્વર્યા અને રણબીર  કપૂર ઉપર ફિલ્માવવામાં આવેલા ઈન્ટીમેટ દ્રશ્યોથી નારાજ છે, સૌથી મોટો વાંધો બચ્ચન પરિવારમાં જયા બચ્ચનને છે. જેમણએ બીગ બીને કરણ જોહરને ફોન કરવાનું કહ્યું હતું અને બીગ બીએ કરણને ફોન કરીને વિનંતી કરી છે કે, ફિલ્મ માંથી ઐશ્વર્યા અને રણબીર કપૂરના ઈન્ટીમેટ દ્રશ્યોને ડિલીટ કરી દેવામાં આવે. ઐશ્વર્યા રાયની કોઈ ફિલ્મના સીન સામે બચ્ચન પરિવારને વાંધો હોય આ વાત કોઈ પહેલીવાર નથી, ‘યે દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મ પહેલા ‘ધૂમ-2’માં હ્રિતિક રોશન સાથેના કિસિંગ સીન સામે પણ બચ્ચન પરિવારને વાંધો થયો હતો.

જો કે બચ્ચન પરિવાર તરફથી આ ખબરોનું ખંડન કવામાં આવ્યું છે. તેમના કહેવા અનુસાર આ માત્ર અફવાહ છે. તેઓ પોતાના પરિવારનાં કોઇપણ સભ્યનાં કામમાં સહેજ પણ ઇન્ટરફેયર કરતા નથી. આ એક તેમનો પ્રોફશનલ મામલો છે. આવામાં તેઓ આવી અફવાહો પર સહેજ પણ ધ્યાન આપતા નથી. હવે આવનારા સમયમાં જોવાનુ રહ્યું કે ફિલ્મ ‘યે દિલ હૈ મુશ્કિલ’માં ઐશ્વર્યા અને રણબીરે કેવા ઈન્ટીમેટ દ્વશ્યો આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન