Aishwarya Rai, Anil Kapoor and Rajkumar Rao starrer movie Fanney Khan Trailer release
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઐશ્વર્યાની ડ્રીમ મુવી કહેવાતી ‘ફન્ને ખાં’નું Trailer આખરે રિલીઝ થયું

ઐશ્વર્યાની ડ્રીમ મુવી કહેવાતી ‘ફન્ને ખાં’નું Trailer આખરે રિલીઝ થયું

 | 4:22 pm IST

અનિલ કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન અને રાજકુમાર રાવની ફિલ્મ ફન્ના ખાંનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં ઐશ્વર્યા રાય એક સિંગિંગ સેન્સેશન બની છે, તો અનિલ કપૂર એક મજબૂર પિતાના રોલમાં જોવા મળશે, જે પોતાની દીકરીની સ્ટાર સિંગર બનાવવામાં માંગે છે. પરંતુ તેની દીકરીનું વજન વધારે છે, અને તે પોતાના પિતા ફન્ને ખાંની જેમ જિંદગી વિતાવવા નથી માંગતી.

ફિલ્મની કહાની બહુ જ દિલચસ્પ છે. જેમાં અનિલ કપૂરની એક્ટિંગ હંમેશાની જેમ કાબિલેદાદ છે. ફિલ્મમાં ઐશ્વર્યા રાય સિંગર સુપરસ્ટાર બેબીની ભૂમિકામાં જોવા મળશે. કહેવાય છે કે, આ ફિલ્મ બોલિવુડમાં ઐશ્વર્યા રાયની ડ્રીમ મુવી છે. દીકરીના જન્મ બાદ ઐશ્વર્યા રાયની કોઈ ફિલ્મ બિગ હીટ સાબિત થઈ નથી, ત્યારે હાલ તેને આ ફિલ્મથી આશા જાગી છે.

ફિલ્મમાં રાજકુમાર રાવ ઐશ્વર્યાના ફેનના રૂપમાં દેખાઈ રહ્યો છે, જે તેના પ્રેમમાં ડૂબી જાય છે. અનિલ કપૂર ફિલ્મમાં ઐશ્વર્યા રાયને કિડનેપ કરવાનો પ્લાન બનાવે છે, જેમાં રાજકુમાર રાવ તેને મદદ કરે છે. જોકે, કિડનેપિંગનો આખો ભાગ કોમેડી સીનમાં બદલાઈ જાય છે. ફિલ્મનું ટ્રેલર બહુ જ રોચક છે, જેથી ફિલ્મ જોવાની ઉત્કંઠા થાય છે.