aishwarya rai bachchan amazing looks at Cannes 2019
  • Home
  • Featured
  • Photos: ઐશ્વર્યા રાયનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધુમ

Photos: ઐશ્વર્યા રાયનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધુમ

 | 7:46 am IST

બોલીવુડની બ્યુટી ઐશ્વર્યા રાય બચ્ચન 72માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની પુત્રી આરાધ્યા સાથે ભાગ લેવા પહોંચી હતી. ઐશ્વર્યાએ પોતાની સ્ટાઈલથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા હાલ તે પોતાના ઘરે પરત ફરી ચુકી છે. કાન્સમાં તો ઐશ્વર્યા છવાયેલી જ રહી પણ એ સિવાય પણ તે આકર્ષક લુકમાં જોવા મળી હતી. ઐશ્વર્યાએ પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

બ્લૂ જીન્સ સાથે વાઈટ ટોપમાં ઐશ્વર્યા ખુબજ આકર્ષક લાગતી હતી. સ્ટાઈલિશ લાગતી હતી. ડેનિમ લોન્ગ કોટ તેને વધારે આકર્ષક બનાવી રહ્યો હતો.

ઐશ્વર્યાની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ લોકપ્રિય થઈ રહી છે. ઐશ્વર્યાએ કલરફુલ શર્ટ સાથે જીન્સ પેર કર્યુ હતુ જેમાં તે આકર્ષક લાગતી હતી. આ લુકમાં તે સ્ટાઈલિશની સાથે સાથે કફર્ટેબલ નજર આવી.

કાન્સમાં ઐશ્વર્યાની 18મી એન્ટ્રી હતી. તે 2002થી આ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચે છે. કાન્સ પહોંચ્યા પછી ઐશ્વર્યા સતત પોતાના પ્રશંસકોને પોતાના લુક્સ અપડેટ કરતી રહેતી હતી.

જતા જતા પણ ઐશ્વર્યાએ પોતાની તસવીરો શેર કરી જે ખુબજ લોકપ્રિય થઈ રહી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખત પ્રિયંકા ચોપડા, નિક જોનસ, હુમા કુરૈશી, હીના ખાન સામેલ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન