cannes 2019 looking metallic yellow gown aishwarya rai
  • Home
  • Featured
  • આરાધ્યાનો હાથ પકડી ઐશ્વર્યા રેડ કાર્પેટ પર, માતા-પુત્રીની જોડીએ મચાવી ધમાલ, Video

આરાધ્યાનો હાથ પકડી ઐશ્વર્યા રેડ કાર્પેટ પર, માતા-પુત્રીની જોડીએ મચાવી ધમાલ, Video

 | 11:16 am IST

ફ્રેંચ રિવેરામાં 72માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. બોલીવુડની દીવાઓ એક પછી એક પોતાનો જલવો દેખાડી રહી છે. આ વખતના આ ફેસ્ટિવલમાં પ્રિયંકા ચોપડા,દીપિકા પાદુકોણ, ડાયના પેંટી. હિના ખાન, હુમા કુરેશી, મલ્લીકા શેરાવત પોતાની આકર્ષક અંદાજથી સૌને આકર્ષિત કરી ચુકી છે.

આ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયુ છે ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા સાથે રેડ કાર્પેટ પર ચાલી હતી તેનો આ આકર્ષક અંદાજ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ઐશ્વર્યાએ શિમર કલરનું ડીપ નેક ટ્રેચ ગાઉન પહેર્યુ હતુ જેમાં એક ફુલ સ્લીવ હાઈલાઈટ કરવા આપવામાં આવી છે.

આરાધ્યા ખુબજ અલગ લાગતી હતી. આરાધ્યાએ સિલ્વર કલરના સેન્ડલ પહેર્યા હતા. માથા પર વ્હાઈટ કરવની હેરક્લીપમાં તે પરી જેવી લાગતી હતી. માતા-પુત્રી ખુબજ સુંદર લાગતી હતી. સોશિયલ મીડિયા પર હાલ આ તસવીરોને ખુબજ લાઈક મળી રહ્યા છે અને શેર પણ એટલા જ થઈ રહ્યા છે. આરાધ્યાનો હાથ પકડી ઐશ્વર્યા રેડ કાર્પેટ પર ચાલી ત્યારે ખુબજ આકર્ષક લાગી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન