Aishwarya Rai Bachchan Did Ramp Walk With Daughter Aaradhya
  • Home
  • Featured
  • Photos: દીકરી સાથે રેમ્પ પર ઉતરી વિશ્વ સુંદરી ઐશ્વર્યા, જોતા રહી જશો તસવીરો

Photos: દીકરી સાથે રેમ્પ પર ઉતરી વિશ્વ સુંદરી ઐશ્વર્યા, જોતા રહી જશો તસવીરો

 | 9:45 am IST

દોહામાં ફેશન વીકેન્ડ ઇન્ટરનેશનલ 2018માં રેમ્પ પર એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચને પોતાનો જાદૂ ચલાવ્યો હતો. ઐશ્વર્યાએ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનાં વ્હાઇટ એન્ડ રેડ કલરનાં ગાઉનમાં રેમ્પ વૉક કર્યું હતુ. ઐશ્વર્યા પ્રિન્સેસ લૂકમાં જોવા મળી હતી. ઐશ્વર્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૉનાં ફૉટોઝ શેર કર્યા છે.

આ દરમિયાન ઐશ્વર્યાની દીકરી આરાધ્યા પણ તેની સાથે જોવા મળી હતી. ફેશન શૉમાં દીકરી આરાધ્યા સાથે ઐશ્વર્યાની કેમિસ્ટ્રી શાનદાર જામી રહી હતી. આરાધ્યાએ મૉમ ઐશ્વર્યાની માફક જ ગાઉન પહેરીને રેમ્પ વૉક કર્યું હતુ. બંને મા-દીકરી એકબીજાને કિસ કરતા પણ જોવા મળ્યા.

View this post on Instagram

💖You Complete Me😍😘✨🌈🤗

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય બચ્ચન તેના મોટાભાગનાં શૉમાં દીકરી આરાધ્યા સાથે જોવા મળતી હોય છે. તમને જણાવી દઇએ કે ઐશ્વર્યા રાય બચ્ચનને 8 સપ્ટેમ્બરનાં અમેરિકામાં થયેલા Women In Film and Television(WIFT) India Awards શૉમાં મેરિલી સ્ટ્રીપ એક્સીલેંસ સમ્માન આપવામાં આવ્યું હતુ. આ ખાસ અવસર પર ઐશ્વર્યાને સૌથી પહેલા આરાધ્યાએ અભિનંદન પાઠવ્યા હતા.