NIFTY 10,141.15 -6.40  |  SENSEX 32,400.51 +-1.86  |  USD 64.2900 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઐશ્વર્યા રાયના પિતાના અંતિમ સંસ્કારમાં શાહરૂખ સહિત પહોંચ્યા બોલિવૂડ સેલેબ્સ

ઐશ્વર્યા રાયના પિતાના અંતિમ સંસ્કારમાં શાહરૂખ સહિત પહોંચ્યા બોલિવૂડ સેલેબ્સ

 | 1:25 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયના પિતા ક્રિશ્નરાજ રાયનું કેન્સરને કારણે મુંબઈમાં નિધન થઈ ગયું હતું. તેમની છેલ્લા કેટલાક દિવસોથી ખ્યાતનામ લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ઐશ્વર્યા રાયના પિતાને લિમ્ફોમા કેન્સર હતું. જે તેના મગજ સુધી પહોંચી ગયું હતું. તેમને રિકરન્સ કેન્સર હતું(જ્યાંથી શરૂઆત થઈ હોય ત્યાંથી ફરીથી થઈ શકે છે). તેઓને છેલ્લે લગભગ એક સપ્તાહથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા અને આખરે આજે સવારે તેમનું અવસાન થયું હતું.

ઐશ્વર્યા છેલ્લે 10 માર્ચની રાત્રે પણ લીલાવતી બહાર જોવા મળી હતી અને તેના ચહેરા પર ચિંતા હતી. આ સમયે તેની સાથે પતિ અભિષેક બચ્ચન પણ હતો. આ મુશ્કેલ ઘડીમાં તે સતત પત્નીની પડખે હતો. એશના પિતાની તબિયત ખરાબ હોવાના કારણે આ વર્ષે બચ્ચનપરિવારે હોળી પણ સેલિબ્રેટ નહોતી કરી. તાજેતરમાં અમિતાભ બચ્ચન પણ વેવાઈની ખબર કાઢવા લીલાવતી હોસ્પિટલ ગયા હતાં.

મૂળ મેંગ્લોરના રહેવાસી ક્રિશ્નરાજ રાય રાય મરીન બાયોલોજીસ્ટ હતા. તેમની વૃંદા રાય રાઈટર છે. તેમને ઐશ્વર્યા અને આદિત્ય રાય નામના બે સંતાન હતા. જેમાં ઐશ્વર્યા બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ વર્લ્ડ રહી ચૂકી છે. જ્યારે તેનો ભાઈ આદિત્ય મર્ચન્ટ નેવીમાં એન્જિનયર છે. એશના ભાઈ આદિત્યએ મોડલ શ્રીમા રાય સાથે લગ્ન કર્યા છે. હાલમાં ઐશ્વર્યા અને આદિત્ય બંને એકએક સંતાનોના માતા-પિતા બની ચૂક્યા છે.

ક્રિશ્નરાજ રાયના અંતિમ સંસ્કારમાં બોલિવૂડની ઘણી બધી હસ્તિઓ શ્રદ્ધાંજલી આપવા માટે પહોંચી હતી. બોલિવૂડ સ્ટાર શાહરૂખખાન પણ બચ્ચન પરિવારને આશ્વસન આપવા માટે પહોંચ્યો હતો. પદ્માવતિના નિર્દેશક અને ડાયરેક્ટર સંજય લીલા ભંસાલી પણ અમિતાભ બચ્ચન પરિવારને સાત્વના આપવા માટે પહોંચ્યા હતા. તે ઉપરાંત આશૂતોષ ગોવારિકર, કૃણાલ કપૂર, સોનાલી બેન્દ્રે, રાધિકા કપૂર અને અનિલ અંબાણી અને ટીના અંબાણી સહિત કેટલીક ફેમસ હસ્તિઓ બચ્ચન પરિવારના દુ:ખમાં સામેલ થઈ હતી.ais 1 ais 2 ais 3 ais 4 ais 5 ais 6 ais 7