in Cannes film festival aishwarya rai bachchan with aaradhya bachchan
  • Home
  • Featured
  • Photos: પુત્રી આરાધ્યા સાથે ઐશ્વર્યા રાયે ‘કાન્સ’માં ફેશનનો પંચમ લહેરાવ્યો, દર્શકો મંત્રમુગ્ધ

Photos: પુત્રી આરાધ્યા સાથે ઐશ્વર્યા રાયે ‘કાન્સ’માં ફેશનનો પંચમ લહેરાવ્યો, દર્શકો મંત્રમુગ્ધ

 | 8:41 am IST

બોલીવુડ એકટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે પણ ખુબજ અલગ અને શાનદાર અંદાજમાં જોવા મળી હતી. ઐશ્વર્યાએ શિમર કલરનું ડીપ નેક ટ્રેચ ગાઉન પહેર્યુ હતુ જેમાં એક ફુલ સ્લીવ હાઈલાઈટ કરવા આપવામાં આવી છે. ઐશ્વર્યા રાયનો આ શાનદાર લુક હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

ઐશ્વર્યાના લુકને જોતા લાગે છે કે ડિઝાઈનરે તેના આ ડ્રેસને કેટલીક હદે ગોલ્ડન ફિશનો લુક આપવાનો પ્રયત્ન કર્યો છે. ઐશ્વર્યા રાય સાથે તેની લાડકી આરાધ્યા પણ આ ખાસ ઇવેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. મમ્મી સાથે આરાધ્યા ખુબજ આકર્ષક લાગતી હતી.

વાત કરીએ આરાધ્યાના લુકની તો આરાધ્યા ખુબજ અલગ લાગતી હતી. આરાધ્યાએ સિલ્વર કલરના સેન્ડલ પહેર્યા હતા. માથા પર વ્હાઈટ કરવની હેરક્લીપમાં તે પરી જેવી લાગતી હતી. માતા-પુત્રી ખુબજ સુંદર લાગતી હતી. સોશિયલ મીડિયા પર હાલ આ તસવીરોને ખુબજ લાઈક મળી રહ્યા છે અને શેર પણ એટલા જ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન