aishwarya rai manager lehenga fire caught shah rukh khan rescued her
  • Home
  • Entertainment
  • Bollywood
  • પાર્ટીમાં ઐશ્વર્યાની મેનેજરનાં લહેંગામાં લાગી ભડ ભડ આગ, શાહરૂખે દોડીને જીવ બચાવ્યો

પાર્ટીમાં ઐશ્વર્યાની મેનેજરનાં લહેંગામાં લાગી ભડ ભડ આગ, શાહરૂખે દોડીને જીવ બચાવ્યો

 | 2:18 pm IST

અમિતાભ બચ્ચનના ઘરે બે વર્ષ બાદ ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બોલિવુડના દિગ્ગજ કલાકારો આ પાર્ટીમાં ઉમટી પડ્યા હતા. સૌ પાર્ટીમાં મસ્ત હતા ત્યાંજ એક દુર્ઘટના બની હતી. ઐશ્વર્યા રાય બચ્ચનની મેનેજર અર્ચના સદાનંદના લહેંગામાં અચાનક આગ લાગી હતી. આ સમાચારને ફરાહ ખાને પણ રદીયો આપ્યો છે. ફરાહે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અર્ચના સદાનંદના લહેંગામાં લાગેલી આગની સ્ટોરીનો સ્ક્રીનશોટ શેર કર્યા હતા.

એક રિપોર્ટ અનુસાર અર્ચના સદાનંદના લહેંગામાં આગ દીવાથી લાગી હતી. પાર્ટીમાં હાજર કિંગ ખાને ઐશ્વર્યા રાયની મેનેજરની મદદ કરી હતી. જ્યારે આ દુર્ઘટના થઈ શાહરૂખ ત્યાં જ હાજર હતો અને સૌ પ્રથમ તેણે દોડીને અર્ચનાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

આવું કરતા શાહરૂખ ખાનનો હાથ પણ દાઝ્યો હતો. અર્ચનાને હાલ નાણાવટી હોસ્પિટલમાં એટમિટ કરવામાં આવી છે. અર્ચનાને ICUમાં રાખવામાં આવી છે. 15 ટકા દાઝવાથી અર્ચનાને હાલ હોસ્પિટલમાં સારવારા આપવામાં આવી રહી છે.

ઐશ્વર્યાની મેનેજરને બચાવવા આવ્યો શાહરૂખ

મિડિયા રિપોર્ટ અનુસાર સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે અર્ચના તેની પુત્રી સાથે કોર્ટયાર્ડમાં હતી અને તેના લહેંગામાં આગ લાગી હતી. દુર્ઘટના સર્જાઈ ત્યારે ત્યાં હાજર રહેલા લોકો થોડી વાર ગભરાઈ ગયા હતા તેમને સમજ નહોતુ આવી રહ્યું કે અચાનક શું થઈ રહ્યુ છે. જો કે શાહરૂખે તાત્કાલીક નિર્ણય લીધો હતો અને પોતાના જેકેટથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કિંગ ખાન પણ થોડુ દાઝ્યા જો કે તેમણે હિમ્મતથી કામ લીધુ.

આ પહેલા પણ દિવાળીની પાર્ટીમાં ટીવી એકટ્રેસ નિયા શર્માના લહેંગામાં પણ આગ લાગી હતી. જો કે તેને કોઈ નુકસાન થયુ ન હતુ તે સારી વાત છે. નિયાએ સળગેલા લહેંગાની તસવીરો ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરીને લખ્યુ કે દિવડાની તાકાત તો જુઓ, પલક જપકાવતા લાગી આગ, જોકે મારા આઉટફિટમાં લેયર્સ હતા જેણે મને બચાવી લીધી. કોઈ શક્તિ હતી જેણે મને બચાવી.

આ વીડિયો જુઓ: સરદાર પટેલની જન્મ જયતીની ભવ્ય ઉજવણી તૈયારીઓને આખરી ઓપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન