aishwarya rai may seen in pradeep sarkar nat binodini biopic
  • Home
  • Featured
  • દેહવ્યાપાર કરતી પ્રખ્યાત મહિલાની બાયોપિકમાંથી દીપિકાએ પાછી પાની કરી, હવે આ જોવા મળશે

દેહવ્યાપાર કરતી પ્રખ્યાત મહિલાની બાયોપિકમાંથી દીપિકાએ પાછી પાની કરી, હવે આ જોવા મળશે

 | 11:08 am IST

દીપિકા પાદુકોણ છપાક કરીને હવે બીજી એક બાયોપિકમાં જોવા મળવાની હતી. પરંતુ હવે તેણે ના પાડી દીધી છે. ફિલ્મમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. છપાક પણ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ છે. આગામી ફિલ્મ ડાયરેક્ટર પ્રદીપ સરકારના નિર્દેશન હેઠળ બનવાની હતી. 19મી સદીની એક વેશ્યા ‘નટી બિનોદિની’ના જીવન પર આ ફિલ્મ આધારિત છે.

આ મહિલા એક એવી વેશ્યા હતી કે, જેણે દેહવ્યાપાર છોડીને એક થિયેટર કલાકારનો રસ્તો અપનાવ્યો હતો. ત્યારબાદ લગ્ન કરીને તે માર્કેટમાં એક ગાયિકાના રૂપમાં ઉભરી આવી હતી. તેના જીવનમાં ખુબ ઉતાર ચઢાવ આવ્યા હતા. હાલમાં ફિલ્મના જાણકારો પ્રમાણે દીપિકાની ના પછી એશ્વર્યા રાયને આ કહાની સંભળાવવામાં આવી છે અને તે રાજી પણ થઈ ગઈ છે. જો કે, હજુ કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. તો અહીં જુઓ એશ્વર્યાના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન