કેન્સર પીડિત બાળકોને મળી ઐશ્વર્યા, પિતાને યાદ કરતા થઇ ભાવુક - Sandesh
  • Home
  • Photo Gallery
  • કેન્સર પીડિત બાળકોને મળી ઐશ્વર્યા, પિતાને યાદ કરતા થઇ ભાવુક

કેન્સર પીડિત બાળકોને મળી ઐશ્વર્યા, પિતાને યાદ કરતા થઇ ભાવુક

 | 12:10 pm IST

ઐશ્વર્યા રાય બચ્ચન એક કાર્યક્રમ દરમિયાન ભાવુક જોવા મળી હતી. ઐશ્વર્યા મંગળવારનાં રોજ મુંબઇમાં યોજાયેલ ‘સ્માઇલ ટ્રેન ફાઉન્ડેશન’નાં કાર્યક્રમમાં પહોંચી હતી. અહીં તે ફાઉન્ડેશનનાં પીડિત બાળકોને મળી હતી. એક તરફ આ બાળકોને મળીને ઐશ્વર્યાને ઘણી ખુશ થઇ તો બાળકોને સંબોધિત કરતી વખતે તે ઘણી ભાવુક જોવા મળી હતી. સંબોધન કરતા સમયે ઐશ્વર્યાને પોતાના પિતા કૃષ્ણરાજ રાયની યાદ આવી અને તે ભાવુક થઇ ગઇ હતી.

‘સ્માઇલ ફાઉન્ડેશન’નાં કાર્યક્રમમાં ઐશ્વર્યાએ પોતાના દિવંગત પિતાની જયંતી દરમિયાન પિતા સાથે જોડાયેલી યાદો તાજી કરી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કેન્સરનાં કારણે ઐશ્વર્યાનાં પિતાનું નિધન થયું હતું.

આ દરમિયાન ઐશ્વર્યાએ કહ્યું, “ગત વર્ષે ‘સ્માઇલ ટ્રેને’ મારા પિતા કૃષ્ણરાજ રાયનાં જન્મદિવસને ‘સ્માઇલ ડે’ તરીકે મનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. તમારો ઘણો આભાર, આ અમારા માટે ઘણું મહત્વ રાખે છે.”

ઐશ્વર્યા ‘સ્માઇલ ટ્રેન ફાઉન્ડેશન’માં પહોંચી હતી. આ સંસ્થા કેન્સર પીડિત બાળકોનો નિ:શુલ્ક ઇલાજ કરે છે. આ કાર્યક્રમ દરમિયાન ઐશ્વર્યા ફાઉન્ડેશનનાં બાળકો સાથે ઘણી ફ્રેન્ડલી જોવા મળી હતી.