Ajaa Ekadashi vrat, pujan and katha know here it is on Friday
  • Home
  • Astrology
  • પૂર્વ જન્મના પાપોમાંથી મુક્તિ અપાવે છે અજા એકાદશી

પૂર્વ જન્મના પાપોમાંથી મુક્તિ અપાવે છે અજા એકાદશી

 | 7:42 pm IST

શ્રાવણ વદ અગિયારસ કે જે છઠ્ઠી સપ્ટેમ્બરે આવી રહી છે. જાણો આ વ્રત કેવી રીતે કરવું અને શું છે તેનું મહાત્મ્ય અને પૂજન વિધિ.
આ અગિયારસ અજા એકાદશી તરીકે જાણીતી છે. આ એકાદશીના દિવસે ભગવાન શ્રીવિષ્ણુના પૂજનનું વિધાન છે. એવી માન્યતા છે કે આ દિવસે વ્રત અને વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે તો વ્યક્તિ આ જન્મ જ નહિં પણ પૂર્વ જન્મના તમામ પાપોમાંથી મુક્ત થઈ જાય છે.

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે પૂર્વ જન્મના કારણે ભારે કષ્ટ ભોગવી રહેલા સત્યવાદી રાજા હરિશચંદ્ર પોતાના તમામ કષ્ટઆ અજા એકાદશીનું વ્રત કરીને તેમજ ભગવાન વિષ્ણુની પૂજા કરીને દૂર કર્યા હતા. કહેવાય છે કે અજા એકાદશીની કથાના શ્રવણમાત્રથી જ અશ્વમેઘ યજ્ઞની બરોબર શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

અજા એકાદશીનું વ્રત કરનારાએ કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. એકાદશી વ્રતમાં અન્ન લઈ શકાય નહિં. ઉપવાસ કરવો. અજા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યકર્મમાંથી પરવારી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. પૂજા માટે લેપનથી શુદ્ધ કરવામાં આવેલા સ્થાન પર ધાન્ય રાખો. તેની એક રંગોળી બનાવો. તે પછી તેના પર કળશ સ્થાપન કરો. તેના પર લાલ રંગના વસ્ત્રથી સજાવો અને તેની પૂજા કરો. તત્પશ્ચાત કળશની ઉપર વિષ્ણુજીની પ્રતિમા સ્થાપિત કરીને વ્રત કરવાનો સંકલ્પ કરવો અને ધૂપ, દીપ અને પુષ્પથી ભગવાનની પૂજા કરો.

અજા એકાદશીની કથા
રાજા હરિશ્ચંદ્ર અત્યંત વીર, પ્રતાપી અને સત્યવાદી હતા. પરંતુ પોતાના પૂર્વજન્મોના અપરાધને કારણે તેમને અપાર કષ્ટ ભોગવવા પડ્યા હતા. સત્ય અને વચન પ્રતિ તે નિષ્ઠાવાન રાજા હરિશ્ચંદ્રને રાજપાટનો ત્યાગ કરવો પડ્યો હતો. એટલું જ નહિં પોતાની પત્ની અને પુત્રને વેચવા પડ્યા હતા. પોતે પણ એક ચંડાળને ત્યાં નોકરીએ રહેવું પડ્યું હતું. તેમની અવસ્થા જોઈને ગૌતમ ઋષિના રાજાને અજા એકાદશીના વ્રતના વિષયમાં જણાવ્યું હતું. જે તેમણે વિધિપૂર્વક કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજાના તમામ પાપોનો નાશ થઈ ગયો સાથે જ તેમને પોતાનો પરિવાર, રાજ્ય સહિતની પુનઃ પ્રાપ્તિ થઈ. અંતમાં તે પોતાના પરિવાર સહિત સ્વર્ગ લોકમાં સ્થાન મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન