ajab gajab jatinga valley of assam suicide point for birds see photos
  • Home
  • Photo Gallery
  • PHOTOS: દુનિયાની એકમાત્ર એવી ખીણ ભારતમાં કે જ્યાં આવીને પક્ષીઓ કરે છે આત્મહત્યા!

PHOTOS: દુનિયાની એકમાત્ર એવી ખીણ ભારતમાં કે જ્યાં આવીને પક્ષીઓ કરે છે આત્મહત્યા!

 | 6:20 pm IST

સામાન્ય રીતે પક્ષીઓ માટે મૃત્યુની ખીણ તરીકે ઓળખાય છે દક્ષિણી અસમની જતિંગા વેલી. ભારતના ઉત્તર-પૂર્વી રાજ્ય આસામમાં દિમા હસાઓ જિલ્લા (ડીએચડી)માં આ ખીણ આવેલી છે. જતિંગા ગામમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં દર વર્ષે બહોળી સંખ્યામાં પક્ષીઓ અહીં આવે છે અને અતમહત્યા કરે છે.

આ જગ્યા એક સુંદર છોકરી જેવી સુંદરતા ધરાવે છે અને તેની આસપાસ પર્વતો પણ તમારૂં મન હરી લે એવા છે. બર્ડ મિસ્ટ્રી માટે તે પ્રખ્યાત છે. અહીં પક્ષીઓ આત્મહત્યા કરવા જુદા જુદા સ્થળોએથી આવે છે. આ એક કુદરતી ઘટના છે કે જેને કોઈ અત્યાર સુધી સમજી શક્યું નથી કે પછી સમજાવી શક્યું નથી.

પરંતુ જતિંગાનો આ રહસ્યમય વાર્ષિક પ્રસંગ એટલે કે સ્થળાંતર કરનારા પક્ષીઓની સામુહિક આત્મહત્યા એ બાદ હવે ઘણા વૈજ્ઞાનિકો તેનાં તરફ આકર્ષિત થયા છે. આ એક રહસ્યમય ઘટના છે. કારણ કે પક્ષીઓમાં આત્મહત્યા કરવાનું વલણ હોય એવું માનવામાં ન આવે. આ ઘટના બનવા માટેના કેટલાક માપદંડ છે; ત્યાં ધુમ્મસ, વાદળ અને ઝાકળ હોવી જોઈએ. તે સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે ચોમાસાના અંતમાં થાય છે.

આદર્શ રીતે આ ઘટના 7 વાગ્યાથી 10 પીએમ વાગ્યાની વચ્ચે જ જોવા મળે છે. પરંતુ વિજ્ઞાનના સમયમાં ઘણા પક્ષીઓની આ રીતે આત્મહત્યા એ એક અકુદરતી ઘટના છે અને હવે સંશોધન માટે એક વિષય બન્યો છે. તેમણે શોધી કાઢ્યું છે કે સ્થાનિક પક્ષીઓની ઘણી પ્રજાતિઓ છે જેમ કે કિંગફિશર્સ, પોન્ડ હેરોન, બ્લેક બિટર્ન, ટાઇગર બટરન, વગેરે આવી વિચિત્ર વર્તનનો ભોગ બને છે.

અધ્યયનમાં એવું પણ બહાર આવ્યું છે કે ચોમાસાના અંતમાં જ પક્ષીઓ આત્મહત્યા કરે છે કારણ કે તે સમયે આસામના મોટા ભાગના જળસંચય પૂરમાં ફેરવાઈ ગયા છે. જેનાં લીધે પક્ષીઓ તેમનું કુદરતી રહેઠાણ ગુમાવે છે. તેઓને અન્ય સ્થળોએ સ્થળાંતર કરવું પડે છે. જતિંગા તેમના સ્થળાંતર માર્ગમાં વચ્ચે આવે છે. 1988માં જ્યારે આસામમાં ભયાનક પૂર આવ્યું હતું ત્યારે ત્યારે જતિંગામાં આત્મહત્યા કરનાર પક્ષીઓની સંખ્યા સૌથી વધુ નોંધાઈ હતી. કેટલાક લાંબા અંતરના સ્થળાંતર કરનારા પક્ષીઓ આ ઘટનાથી પ્રભાવિત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન