ખાલી બેસી રહેલો મુસલમાન બાળકો જ પેદા કરશે-આજમખાન

2267
AzamKhan

વારંવાર પોતાના બયાનોને લીધે ચર્ચામાં રહેતા સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આજમખાને ફરી એક આપત્તિજનક બયાન આપ્યું છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શુક્રવારે ઈલાહાબાદમાં રેલી યોજી રહેલાં આજમખાન બોલ્યાં કે મુસલમાન વધારે બાળકો એટલાં માટે પેદા કરે છે, કારણ કે તેમની પાસે કરવા માટે કોઈ કામ નથી.

આજમખાને મુસલમાનો બેરોજગાર હોવાનું ગાણું ગાતા કહ્યું કે, “બાદશાહ (મોદી) જો મુસલમાનોને કામ આપે તો મુસલમાનો ઓછા બાળકો પેદા કરતાં. આપણે ત્યાં મુસલમાનોની વસ્તી વધારે હોય છે. અને કામ થોડું હોય છે. એટલાં માટે વધારે બાળકો પેદા થઈ જાય છે. મુસલમાનો ખાલી બેસશે તો બાળકો જ પેદા કરશે. હિદૂ વધારે બાળકો પેદા નથી કરતાં, કારણકે તેમની પાસે રોજગાર હોય છે.”

આઝમખાને પીએમ મોદી પર તંજ કસતા કહ્યું કે, “2 વર્ષ પછીના કાર્યકાળમાં વડાપ્રધાને 80 કરોડ રૂપિયાના કપડાં પહેર્યા. તે પોતાને ફકીર કહે છે પણ ફકીર ક્યારેય આટલા મોંઘા કપડાં નથી પહેરતા. જે દેશના પીએમ આટલા મોંઘા કપડાં પહેરતા હોય તે હિંદૂસ્તાન કેવો હશે.” તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહને 15 લાખ રૂપિયા વાળા નિવેદનને જુમલો બતાવતા તેમના પર નિશાન સાધતા કહ્યું કે, “બાદશાહે હસીન ખ્વાબ દેખાડ્યા.લજ્જાફી કરી અને મોટા માથા વાળા અમિતશાહે કહ્યું કે રાજાએ મજાક કરી હતી.” સાથે જ આઝમખાને દાવો કર્યો હતો કે, “એક વાર અમને ગાદી આપીને જુઓ, અમે તમામને 15ની જગ્યાએ 25-25 લાખ રૂપિયા આપીશું. દેશ આજે પણ સોનાની ચિડિયા છે. અહિં પૈસાની કમી નથી. 25 25 લાખ રૂપિયા આપીને પણ દેશ સોનાની ચિડિયા બની રહેશે.”

આઝમે પોતાના નિવેદન પર આપેલા વિવાદો પર કહ્યું કે, “વિરોધી વારે વારે ચૂંટણી આયોગમાં જઈને ફરિયાદ કરે છે પણ હું છતાં બોલીશ. મનો કોઈનો ડર નથી. મોદી સરકારે દેશને કંગાળ કરી દીધો. આ તો સારું થયું કે ચૂંટણી આવી ગઈ નહિંતો દેશની સ્થિતિ વધું બદતર થઈ જાત.”